ખંભાળિયાના શિરેશ્વર લોકમેળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

  • September 19, 2023 12:00 PM 

રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરીત તથા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના ઉપક્રમે શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ સુધી ચાર દિવસ લોકમેળો યોજવામાં આવે છે.


આ વર્ષે પણ આજરોજ સોમવારથી ગુરુવાર તારીખ 21 મી સુધી ચાર દિવસ સુધી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એકમાત્ર સૌથી મોટો મેળો છે. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવે છે.


આ લોકમેળાની સ્થાનિક લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીથી જોડાયેલો છે. આ મેળામાં રાત્રે દરરોજ રાત્રે 9 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જેમાં આવતીકાલે મંગળવારે માલદેભાઈ આહિર, બુધવારે તૃપ્તિબેન ગઢવી અને ભૂમિબેન આહિર, તથા ગુરૂવાર તારીખ 21 મીના રોજ અંતિમ દિને મેરામણભાઈ કાંબરીયા (કાનગોપી)ના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application