પ્રદેશ ચૂંટણી અધિકારીની ખાસ ઉપસ્થિતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારકેશ કમલમ ખાતે સંગઠન પર્વ 2024 માટે જિલ્લા કક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, સંગઠન પર્વના પ્રદેશ ચૂંટણી અધિકારી અને રાજકોટ ઈસ્ટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, તેમજ સંગઠન પર્વના જિલ્લા ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અપેક્ષિત કાર્યકરોની હાજરીમાં આ મહાનુભાવોએ બુથ સંરચનાને વધુ સક્રિય અને અસરકારક બનાવવાની બાબતો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. સમાજના દરેક ખૂણામાં “અંત્યોદયના ઉદય” અને “રાષ્ટ્રવાદની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહોંચે તેવા આશય સાથે, ચૂંટણી દરમિયાન બૂથનું મજબૂત સંગઠન કેવી રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે અંગે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં જિલ્લા અગ્રણી પી.એસ. જાડેજા, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, કશ્યપભાઈ ડેર, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા મંત્રી રાજુભાઈ ભરવાડ, સહિત જિલ્લા, તાલુકા અને પાલિકાના અપેક્ષિતો વિગેરેની ઉપસ્થિતિમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે ગઈકાલે મંગળવારે કલ્યાણપુર તેમજ દ્વારકા બંને તાલુકામાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી અને જિલ્લાના ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરાની ઉપસ્થિતિમાં જુદા જુદા સ્થળોએ કાર્યશાળાઓ યોજાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech