રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ્ર તાલુકા પંચાયતોની તથા ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે રિટનિગ ઓફિસર (ચૂંટણી અધિકારી) અને આસિસ્ટન્ટ રિટનિગ ઓફિસર (મદદનીશ ચૂંટણી અધિકારી)ની નિમણૂકો પચં દ્રારા કરવામાં આવી છે.આ જવાબદારી કોને સોપવામાં આવી છે તેની વિગતો જોઈએ તો ગોંડલમાં વોર્ડ નંબર એક થી છ માટે ગોંડલના પ્રાંત અધિકારી રાહત્પલ ગમારા ને ચૂંટણી અધિકારી તરીકે અને સહાયક રાય વેરા કમિશનર એન કે સોલંકી ને નાયબ ચૂંટણી અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે, વોર્ડ નંબર ૭ થી ૧૧ માં આ જવાબદારી અનુક્રમે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે એન ગોસ્વામી તથા ગોંડલના મામલતદાર ડીડી ભટ્ટને સોંપવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયતની આણંદપર બેડલા કુવાડવા બેડી કસ્તુરબા ધામ અને સરધાર માટે જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમારને ચૂંટણી અધિકારી તરીકે અને ગોંડલ તાલુકાના મતદાર મંડળો કોલીથડ મોવિયા શિવરાજગઢ ચરખડી માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ સોજીત્રાને ચૂંટણી અધિકારીની જવાબદારી સોપવામાં આવી છે. જેતપુર તાલુકાની બેઠકો થાણા ગાલોલ વીરપુર બોરડી પેઢલા માટે નાયબ કલેકટર સ્ટેમ્પ ડુટી વિભાગના એમ જે સોમપુરા ને નિયુકત કરવામાં આવ્યા છે. ધોરાજીના સુપેડી મોટીમારડ અને જામકંડોણા તાલુકાના જામકંડોણા તથા દડવી માટે ધોરાજીના પ્રાંત અધિકારી એન એમ તરખલાને આ જવાબદારી સોપવામાં આવી છે.ઉપલેટા ના કોલકી મોટી પાનેલી ડુમિયાણી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, જસદણના આટકોટ સાણથલી શિવરાજપુર ભાડલા કમળાપુર માટે જસદણના પ્રાંત અધિકારી રાહત્પલ ખાંભરા, વિછીયા તાલુકામાં પીપરડી વીંછીયા ભડલી માટે જિલ્લા આયોજન અધિકારી એનઆર ટોપરાણી, લોધિકા તાલુકામાં લોધિકા પારડી કોટડા સાંગાણી વેરાવળ અને પડધરી તાલુકા માટે પડધરી તથા સડપદર બેઠક માટે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીને ચૂંટણી અધિકારીની જવાબદારી સોપપવામાં આવી છે. તાલુકા પંચાયતોની ચૂંટણીની વાત કરીએ તો પડધરી માટે મામલતદાર કેજી સખીયા અને ડી એલ આદરોજા, જેતપુર માટે મામલતદાર બાખલકીયા અને ટીડીઓ ડાંગર લોધિકા માટે મામલતદાર છાટબાર અને ટીડીઓ બોરીચા, કોટડા સાંગાણી માટે મામલતદાર રાવલ અને ટીડીઓ ઝાલા ગોંડલ માટે મામલતદાર ડોડીયા અને ડાંગર, જસદણ માટે મામલતદાર બલિયા અને ટીડીઓ વાઘેલા, વિછીયા માટે મામલતદાર કાનાણી અને ટીડીઓ દવે, ઉપલેટા માટે મામલતદાર મહેતા અને ટીડીઓ ત્રિવેદી, ધોરાજી માટે ગોહિલ અને બારોટ, જામકંડોરણા માટે મામલતદાર કતકપરા અને વામજા તથા રાજકોટ તાલુકા પંચાયત માટે મામલતદાર મકવાણા અને ટીડીઓ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application