સરકારની શિક્ષણમાં અવ્વલ નંબરે હોવાની ગુલબાંગોનો ફુગ્ગો તો વિદેશ સ્થાયી થયેલા અને લાંબા અરસાથી ઘેરહાજર રહેતા શિક્ષકોએ ફોડી જ નાંખ્યો છે.લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં શિક્ષકોના નામ શાળાના ચોપડે બોલતા હોવાનો ભાંડો ફટાં પછી રાય સરકાર કુંભકર્ણની નિદ્રામાંથી સફાળી જાગી અને રાયવ્યાપી તપાસના આદેશ છોડા હતાં. રાજયભરમા નોંધાયેલા આવા કિસ્સાઓમાં આગામી સોમવાર સુધીમાં કાયદેસરની કાર્યવાહી કરીને એકશન ટેકન રિપોર્ટ રજુ કરવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે.
ગુજરાતના શૈક્ષણિક તંત્રમાં ૨૦૨૩–૨૪ અને ૨૦૨૪–૨૫ દરમિયાન ૧૫૧ શિક્ષકોની ત્રણ મહિનાથી વધુ સમયની ગેરહાજરી અંગે રાય સરકારે મહત્વનો ખુલાસો કર્યેા છે. અને આગામી તા૧૯મી ઓગષ્ટ્ર ની સાજ સુધીમા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓએ એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ થતા તત્રં કામે લાગ્યું છે.
રાયની ૩૩ જિલ્લ ા અને ૨૦ નગર શિક્ષણ સમિતિઓમાં ત્રણ માસ કે તેથી વધુ સમય ગેરહાજર રહેલા શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી હતી. આ મહત્ત્વની માહિતી દ્રારા સ્પષ્ટ્ર થયું છે કે ૧૬ નગર અને ૬ જિલ્લ ા શિક્ષણ સમિતિઓમાં કોઈ પણ શિક્ષક ત્રણ માસ કરતાં વધુ સમય માટે ગેરહાજર નથી.
રાય સરકારના આંકડાઓ અનુસાર, ૧૫૧ શિક્ષકો એવા છે, જેઓ વિવિધ કારણોસર ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર રહ્યા છે. આમાંથી ૧૮ શિક્ષકો ગંભીર અકસ્માત કે બિમારીના કારણે ફરજ પર હાજર ન રહી શકયા, યારે ૭૦ શિક્ષકોની ગેરહાજરી બિનઅધિકૃત હોવાનું જાણવા મળ્યું છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા આ ૭૦ શિક્ષકોમાંથી ૫૮ શિક્ષકોને નોટિસ આપી, વિધિસર કાર્યવાહી શ કરવામાં આવી છે. બાકીના ૧૨ શિક્ષકોની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે.
એવું પણ જાણવા મળ્યું છે કે ૬૦ શિક્ષકો વિદેશ પ્રવાસના કારણે ફરજ પર હાજર રહી શકયા નથી. રાય સરકારના વરિ અધિકારીઓએ જણાવ્યું છે કે વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા ૪૪ શિક્ષકો સામે નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેલા ૧૬ શિક્ષકો સામેની કાયદાકીય કાર્યવાહી અંતિમ તબક્કે છે, અને ૧૦ શિક્ષકોની વિગતો હજુ પણ મંગાવવામાં આવી રહી છે.
આ અંગે રાયના શિક્ષણ વિભાગે વધુમાં જણાવ્યું છે કે પોલીસ ફરિયાદના કારણે ૩ શિક્ષકોને ફરજમુકત કરવામાં આવ્યા છે, જેમાંથી ૧ શિક્ષકની વય ૫૦ વર્ષથી વધુ છે.રાયમાં ૧,૬૮,૦૦૦ કરતાં વધુ પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, જેમાંથી માત્ર ૦.૦૮૯% જેટલા શિક્ષકો જ ત્રણ માસ કરતાં વધુ સમય માટે ગેરહાજર છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓને આગામી સોમવાર સુધીમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાના આદેશ થતા તમામ જિલ્લ ા શિક્ષણ અધિકારીઓ તહેવારના દિવસોમાં કામે લાગી ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech