નવા શૈક્ષણિક વર્ષમાં આરટીઇના પ્રવેશને લઈને ખાનગી સ્કૂલોને તૈયાર શરૂ કરી દેવા આદેશ

  • December 21, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂન-2024થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં આર ટી ઇ ના પ્રવેશને લઈને શિક્ષણ વિભાગ દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. તમામ ખાનગી સ્કૂલોને આર ટી ઇ પ્રવેશ કાર્યવાહીને લઈને વિગતો તૈયાર રાખવા માટે સુચના આપવામાં આવી છે. જેમાં  અંતર્ગત ધોરણ-1ની કેટલી બેઠકો ઉપલબ્ધ છે તે અને સ્કૂલનું લોકેશન સહિતની માહિતી તૈયાર રાખવા સુચના અપાઈ છે. જેથી આગામી દિવસોમાં સી આર સી કો-ઓર્ડિનેટર દ્વારા સ્કૂલની મુલાકાત લઈ માહિતીનું વેરિફીકેશન કરવામાં આવશે. વેરિફીકેશન વખતે લઘુમતી સ્કૂલોએ પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે તેવી સુચના અપાઈ છે.


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ એટલે કે 2024-25 માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટેની કાર્યવાહીને લઈ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના લીધે જૂન-2024થી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ ધોરણ-1માં  અંતર્ગત પ્રવેશ માટેની કાર્યવાહી પુર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સત્ર માટેની પ્રવેશ કાર્યવાહી પણ ઓનલાઈન જ હાથ ધરવામાં આવનાર હોવાથી તેને લઈને સ્કૂલોને જરૂરી માહિતી તૈયાર રાખવા માટે સુચના અપાઈ છે. જેથી સી આર સી દ્વારા શાળામાં આવીને માહિતી વેરિફીય કરી શકાશે.


જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ તેમના તાબા હેઠળની તમામ ખાનગી પ્રાથમિક સ્કૂલોના આચાર્યોને પત્ર લખીને માહિતી તૈયાર રાખવા માટે જણાવ્યું છે. પત્રમાં જણાવાયું છે કે, નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ-1માં વિનામુલ્યે પ્રવેશ આપવાની કાર્યવાહી ઓનલાઈન હાથ ધરવામાં આવનાર છે.

જેની કામગીરીના અર્થે સ્કૂલોને માહિતી ભરીને તૈયાર રાખવાની રહેશે. વેરિફીકેશન માટે સ્કૂલોને જે માહિતી તૈયાર રાખવા માટે સુચના અપાઈ છે, તેમાં સ્કૂલના નામ સહિતની વિગત ઉપરાંત સ્કૂલ કયા બોર્ડ સાથે સંકળાયેલી છે, સ્કૂલનુ અક્ષાંશ અને રેખાંશ અનુસાર લોકેશન, માધ્યમ, ની કેટલી બેઠકો છે અને  સિવાયની કેટલી બેઠકો છે. ફી કમિટી દ્વારા શાળાની કેટલી ફી નક્કી કરવામાં આવેલી છે. હાલમાં સ્કૂલમાં  અંતર્ગત કેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી ચાલતી હોય તો તેની પણ વિગતો મંગાવવામાં આવી છે. જેમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલનું નામ અને તેના માધ્યમ તથા ક્યારથી ચાલે છે તે અંગેની અને પ્રિ-પ્રાયમરીમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીની વિગતો પણ માંગવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application