સ્વાતત્રં પર્વની ઉજવણીના ભાગપે આવતીકાલે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહરાયમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાનારી તિરંગા યાત્રામાં વધુમાં વધુ મેદની દેખાડવા માટે કોલેજ અને ભવનના વિધાર્થીઓ કર્મચારીઓ અધ્યાપકો સહિતના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
યુનિવર્સિટીના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આવતીકાલની તિરંગા યાત્રાના અનુસંધાને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ કમલસિંહ ડોડીયાએ રાજકોટ શહેરની તમામ કોલેજના આચાર્યેા ભવનના વડાઓ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના અધિકારીઓ વગેરેની બેઠક બોલાવી હતી અને તેમાં આવતીકાલની તિરંગા યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહેવા માટેનો અનુરોધ કર્યેા હતો. આ બેઠકમાં કુલપતિએ જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્ર્રધ્વજ એ આપણું ગૌરવ છે અને તેથી તિરંગા યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં આપણે જોડાવું જોઈએ.
આવતીકાલે કોલેજના અને યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનના અધિકારીઓ કર્મચારીઓ ટીચિગ અને નોન ટીચિગ સ્ટાફ વિધાર્થીઓ સહિતના સૌ કોઈને તિરંગા યાત્રામાં જોડાવા માટેની અનુરોધના સ્વપમાં સૂચના મળી હોવાથી યુનિવર્સિટીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કુલસચિવની સહીથી એક સત્તાવાર પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે આવતીકાલે યુનિવર્સિટી કાર્યાલય અને ભવનોનો સમય બપોરે ૧૨ વાગ્યાથી ૩–૪૦ વાગ્યા સુધીનો રહેશે. સામાન્ય રીતે યુનિવર્સિટી કાર્યાલય અને ભવનમાં સવારે ૧૦:૩૦ વાગ્યાથી કામગીરી શ થતી હોય છે અને સાંજે ૬:૧૦ વાગ્યા સુધી તે ચાલુ રહેતી હોય છે. પરંતુ આવતીકાલે આ સમયમાં ફેરફાર કરાયો છે. યુનિવર્સિટીના સુત્રો જણાવે છે કે સત્તાવાર રીતે કાલે રજા રાખી ન શકાય અને તે માટે સમયમાં ફેરફાર કરાયો છે. બપોરે ૧૨:૦૦ વાગે કોઈ કર્મચારી ન આવે અને લચં લીધા પછી ૨:૦૦ વાગ્યા આસપાસ થોડા ઘણા કર્મચારીઓ અને અધ્યાપકો આટો મારવા આવશે પરંતુ કાલે કોઈ કામ થાય તેવી શકયતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભનું અંદાજીત બજેટ છે રૂા.૭,૫૦૦ કરોડ
December 27, 2024 11:17 AMબેડી મરિન પોલીસે નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર બોટના ટંડેલ સામે ગુનો નોંધ્યો
December 27, 2024 11:15 AMજામનગરના ગુરૂદ્વારા સિંગ સભામાં વીર બાળ દિવસ ઉજવણી
December 27, 2024 11:13 AMમનમોહન સિંહની આધાર, મનરેગા, આરટીઆઈમાં મહત્વની ભૂમિકા
December 27, 2024 11:11 AMલાલપુરમાં આપ તેમજ ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
December 27, 2024 11:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech