રાજકોટ જિલ્લામાં આ શ્રેણીની દવા વેચનારાઓને કેમેરા લગાવવા હુકમ

  • September 25, 2023 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સુચના મુજબ રાજકોટ જિલ્લાની તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોર, જયાં ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઇઓ મુજબ શેડ્યુઅલ H, H1 અને X ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે. તે તમામ મેડિકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવાના હુકમો જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જારી કર્યો છે.



રાજકોટ જિલ્લાના તમામ મેડિકલ ફાર્મસી સ્ટોર માલિકોએ એક માસના સમયમાં આ આદેશનો પાલન કરવાનું રહેશે. આ કેમેરાનું રેકોર્ડીગ જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરીટી દ્વારા કોઇ પણ સમયે આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. આ હુકમના ઉલ્લંઘન કે ભંગ બદલ  કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application