રાજકોટ મહાનગરપાલિકામાં સાગઠીયાકાંડ બાદ હવે ટીપીઓની એકહથ્થુ સત્તામાં કાપ મુકતો વધુ એક હુકમ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા ગઈકાલે જારી કરવામાં આવ્યો છે જેમાં લોટ વેલિડેશન સર્ટિફિકેટ મેળવવાની અરજીની પ્રક્રિયામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ ટીપી બ્રાન્ચ ના અન્ય ઇજનેરો હસ્તક રહેલી સત્તામાં કાપ મુકવામાં આવ્યો છે, હવે ટીપીઓ કહેશે તેમ જ નહીં થાય મ્યુનિસિપલ કમિશનર પ્રત્યક્ષ અને વ્યાપક રીતે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકશે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા ગઈકાલે ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરીના વિકેન્દ્રીકરણ તેમજ લોટ વેલીડેશન સર્ટિફિકેટ આપવા માટેની કાર્યપદ્ધતિ અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ હવેથી નોન ટીપી વિસ્તાર ડ્રાફ્ટ ટીપી વિસ્તાર તેમજ સરકારમાં મંજૂરી અર્થે રવાના કરી હોય તેવી ટીપી સ્કીમના વિસ્તારમાં આવેલા કોઈપણ પ્લોટ માં કોઈપણ ઊંચાઈના બાંધકામ માટે મધ્યસ્થ ટાઉન પ્લાનિંગ વિભાગમાં અરજી કરવાની રહેશે તેમજ ગામતળ વિસ્તાર મંજૂર પ્રારંભિક નગર રચના યોજના તથા આખરી નગર રચના યોજના વિસ્તાર માટે 25 મીટર સુધીની ઊંચાઈના બાંધકામ માટે ટીપી શાખાની સંબંધિત ઝોનલ કચેરીમાં અરજી કરવાની રહેશે, જ્યારે 25 મીટર થી વધુ ઊંચાઈના બાંધકામ માટે મધ્યસ્થ શહેરી વિભાગમાં અરજી કરવાની રહેશે. આ પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ કરવા પણ કમિશનરે સૂચના જારી કરી છે.
જોકે આશ્ચર્યજનક બાબત એ પણ છે કે ગત સાંજે મ્યુનિસિપલ કમિશનરે ટીપી બ્રાન્ચને લગતો ઉપરોક્ત હુકમ કર્યો તેની ગણતરીની કલાકોમાં આ હુકમની નકલ આર્કિટેકટ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર, બિલ્ડર લોબી સુધી પહોંચી ગઈ હતી ત્યારે એવો સવાલ થયા વિના રહેતો નથી કે અગ્નિકાંડ અને સાગઠીયા કાંડની ઘટના બાદ હજુ પણ ટીપી બ્રાન્ચની ભ્રષ્ટ સિન્ડિકેટ યથાવત રહી છે ?
પ્લોટ વેલીડેશન સર્ટી.માટે હવે નોન ટીપી, ડ્રાફ્ટ ટીપી, સરકારમાં મોકલેલ ટીપીમાં આ રીતે કાર્યવાહી થશે
૧. નગર રચના અધિકારીશ્રી પાસે કાર્યરત પ્રારંભિક નગર રચના યોજનાઓના કિસ્સાઓમાં અરજી મળ્યાની તારીખથી મહત્તમ દીન-બે માં આસી. ટાઉન પ્લાનરશ્રી દ્વારા નગર રચના અધિકારીશ્રીને અભિપ્રાય મેળવવા સારું પત્ર પાઠવવાનો રહેશે.
२. નગર રચના અધિકારીશ્રી દ્વારા મળેલ અભિપ્રાયની વિગતોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ તબક્કાના અપાયેલ પરામર્શની વિગતો તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૨૦/૦૫/૨૦૧૭ તથા તા.૧૩/૦૯/૨૦૨૨ ના પરીપત્રની જોગવાઈઓ સાથે સાંકળી પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા નિર્ણય લેવાનો રહેશે.
3. સરકારશ્રીમાં મંજૂરી અર્થે બાકીમાં હોય તેવી સૂચિત મુસદ્દારુપ નગર રચના યોજના વિસ્તારમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૨૮/૧૧/૨૦૧૬ ના પરીપત્રની જોગવાઈઓને ધ્યાને લઈ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા નિર્ણય લેવાનો રહેશે.
४. નોન ટીપી વિસ્તારમાં એમીનીટીઝ સ્પેસનાં મંજુર થયેલ આયોજન મુજબ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવાનું રહેશે.
૫. નોન ટી.પી. વિસ્તારોમાં એમીનીટી સ્પેસ તરીકે મળતી જમીનના ક્ષેત્રફળ તથા કોઈપણ પ્રકારનું દબાણ ન હોવા બાબતેની ખરાઈ આસી. ટાઉન પ્લાનરશ્રી કક્ષાએ કરવાની રહેશે અને આ અંગે જરૂરી સોગંદનામું મેળવ્યા બાદ કપાત પૈકી સત્તામંડળને એમીનીટી સ્પેશ તરીકે મળતી જમીન માટે સ્થળ સ્થિતિ અનુસાર જે તે જમીન માલિક પસેથી શક્ય હોય તો ફેન્સીંગ બનાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
૬.નોન ટી.પી. વિસ્તારમાં તથા સરકારશ્રીમાં સાદર કરેલ સૂચિત મુસદ્દારૂપ યોજના વિસ્તારમાં પ્લોટ વેલીડેશન સર્ટીફર્ડીકેટ કમિશનરશ્રીની પૂર્વ મંજુરી મેળવી ટાઉન પ્લાનીગ ઑફિસરશ્રી દ્વારા આપવાનું રહેશે.
૭. મંજુર મુસદારૂપ નગર રચના યોજના વિસ્તારમાં નગર રચના અધિકારીશ્રી દ્વારા અપાયેલ અભિપ્રાય મંજુર મુસદારૂપ નગર રચના યોજનાની તથા રાજકોટ મહાનગરપાલિકાના પરામર્શની દરખાસ્ત સાથે સુસંગત થતી હોય તેવા કિસ્સામાં પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી કક્ષાએથી આપવાનું રહેશે. અન્યથા નિર્ણય કરવા જોગ કિસ્સાઓ અન્વયે પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ કમિશનરશ્રીની પૂર્વ મંજુરી મેળવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરશ્રી કક્ષાએથી આપવાનું રહેશે.
ગામતળ, પ્રારંભિક, આખરી ટીપીમાં ૨૫ મીટર સુધીના કે તેથી વધુ ઉંચાઇના બાંધકામમાં આ રીતે પ્રક્રિયા થશે
૧.ગામ વિસ્તાર, મંજૂર પ્રારંભિક તથા આખરી નગર રચના યોજના વિસ્તારમાં ઝોન કચેરી દ્વારા ટીપી શાખાનો અભિપ્રાય મેળવવાનો રહેશે નહીં પરંતુ અરજીવાળા પ્લોટના લાગુ રસ્તાઓ પૈકી કોઈ રસ્તા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર થયેલ હોય તો તે અંગે મધ્યસ્થ ટાઉન પ્લાનિંગ વિભાગનો અભિપ્રાય મેળવ્યા બાદ સર્વેયરશ્રી પાસેથી જરૂરી ચકાસણી કરાવી પ્લોટ વેલીંડેશન સર્ટીર્ફીકેટ ઝોન કક્ષાએથી આપવાનું રહેશે.
૨.પ્લોટ વેલીંડેશન સર્ટીફર્ટીકેટ માટે આવેલ અરજીમાં ઉલ્લેખિત જમીનની સ્થળ સ્થિતિ તથા તેના માપો અંગેની ચકાસણી ૨૫.૦૦ મી. સુધીની ઉંચાઈના કિસ્સામાં જે તે ઝોનની ટી.પી. શાખાના સર્વેયરશ્રી દ્વારા કરવાની રહેશે જ્યારે ૨૫.૦૦ મી. થી વધુ ઉંચાઈના કિસ્સામાં મધ્યસ્થ ટાઉન પ્લાનિંગ વિભાગના સર્વેયરશ્રી દ્વારા કરવાની રહેશે.
૩. ટી.પી. સ્કીમ વિસ્તારમાં પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ આપતા પહેલા સત્તામંડળને સંપ્રાપ્ત થતાં પ્લોટના કબ્જા ફેરફારની કાર્યવાહી પૂર્ણ થયા અંગેની રેકર્ડ આધારિત ખરાઈ આસી. ટાઉન પ્લાનરશ્રી દ્વારા કરવાની રહેશે.
૪. પ્લોટ વેીંડેશન સર્ટીર્ફીકેટ આપતા સમયે ટી.પી. સ્કીમ વિસ્તારમાં કપાત હેઠળની જગ્યાની માપણી કરી, કપાત હેઠળની જગ્યાના ક્ષેત્રફળની ખરાઈ કરવાની રહેશે તથા કપાત હેઠળની જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ ન હોવાની ખરાઈ આસી. ટાઉન પ્લાનરશ્રી કક્ષાએથી કરીને તે અંગેનું પ્રમાણપત્ર પ્રકરણે સામેલ રાખવાનું રહેશે. ટી.પી. વિસ્તારોમાં કપાત પૈકી સત્તામંડળને અનામત હેતુ માટે પ્રાપ્ત થતી જમીન માટે સ્થળ સ્થિતિ અનુસાર બાંધકામ શાખાના સંકલનમાં રહી, ફેન્સીંગ/પ્રિકાસ્ટ કમ્પાઉન્ડ વોલ/કમ્પાઉન્ડ વોલ બનાવવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
૫. મધ્યસ્થ શહેરી વિકાસ ખાતામાં આવેલ અરજી પરત્વેનું પ્લોટ વેલીડેશન સર્ટીર્ફીકેટ ટાઉન પ્લાનીગ ઑફીસરશ્રી કક્ષાએથી આપવાનું રહેશે.
૬. ટી.પી. શાખાની ઝોન ખાતે આવેલ અરજી પરત્વેનું પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ સીટી ઈજનેરશ્રી કક્ષાએથી આપવાનું રહેશે.
નવા હુકમ બાદ પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટની સામાન્ય બાબતો હવે આ રીતે અમલી રહેશે
૧. ઉપરોક્ત કાર્યવાહી અન્વયે નમુના-૨ માં પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ ઇસ્યુ કરવાનું રહેશે અને તેની સાથે જે તે સંબંધીત ટી.પી. સ્કીમનો પાર્ટ પ્લાન, એક ફોર્મ, ટી.પી. સ્કીમના અંતિમ ખંડના હદના માપ દર્શાવતા ટિપ્પણની નકલ, લાઈન દોરી દર્શાવતા વિભાગીય નકશાની નકલ, એમીનીટીઝ સ્પેસ દર્શાવતા નકશાની નકલ વિગેરે તમામ દસ્તાવેજી પુરાવાઓની સહી સિક્કાવાળી અધિકૃત બિડાણોની બે નકલ અરજદારશ્રીને આપવાની રહેશે.
२. ઇસ્યુ થયેલ પ્લોટ વેલીડેશન સર્ટીર્ડીકેટની સમય મર્યાદા એક વર્ષની રહેશે.
૩. ટાઉન પ્લાનિંગ ખાતાના અભિપ્રાય કે કાયદાની કલમ-૪૯ સંબંધે જો ખાતાની અસહમતિ હોય, તો તે મુજબના કારણો દર્શાવીને જે તે વેલીડેશન સર્ટીફીકેટ ઈસ્યુ કરી શકાય તેમ નથી તેવું જણાવીને નિયત નમુના-૩ માં પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ નામંજૂર કરવાનું રહેશે.
४. અરજદારશ્રી તેમજ પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ આપનાર સક્ષમ અધિકારીશ્રી વચ્ચે પ્લોટ વેલિડેશન સર્ટીફીકેટ બાબતે તકરાર ઉદભવે તેવા સંજોગોમાં કમિશનરશ્રીનો નિર્ણય અંતિમ ગણાશે.
૫. જે કિસ્સાઓમાં પ્લોટ વેલીડેશન સર્ટીફર્ટીકટ આપવામાં આવેલ નથી તે તમામ કિસ્સાઓમાં ઉપરોક્ત કાર્યપદ્ધતિની અમલવારી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech