કોઠારીયા ગ્રા.પંચાયતના ૨૪ કર્મચારીઓને મહાપાલિકામાં સળંગ નોકરીમાં લેવા હુકમ

  • May 16, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની નજીક આવેલા કોઠારીયા ગામનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની હદમાં સમાવેશ કરવાને પગલે કોઠારીયા ગ્રામ પંચાયતમાંથી હક્ક–હિસ્સા સાથે છુટા કરાયેલ ૨૩ કર્મચારીઓના સોળ વરસ પહેલાના કેસમાં રાજકોટ મજૂર અદાલતે તમામ કર્મચારીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં તેમને સળગં નોકરીમાં લેવા તથા વય વટાવી ગયેલ તથા ગુજરી ગયેલ કર્મચારીના વારસદારોને નિવૃતીના લાભો તથા અવસાનની તારીખ સુધીના તમામ લાભો આપવા હત્પકમ કર્યેા છે.
આ કેસની હકિકત મુજબ, ગુજરાત સરકારના જાહેરનામાથી કોઠારીયા ગ્રામ પંચાયતનો રાજકોટ મ્યુ. કોર્પેારેશનની હદમાં સમાવેશ કરવામાં આવેલ હતો, ત્યારે કોઠારીયા ગ્રામ પંચાયતના કર્મચારીઓને રાજકોટ મ્યુ. કોર્પેારેશને તેનામાં કાયમી સમાવેશ કરવા જોઈએ, પરંતુ રાજકોટ મ્યુ. કોર્પેારેશન દ્રારા કર્મચારીઓ ભગવાનજીભાઈ સિંધવ, વિશાલભાઈ જોશી, પ્રતિક ડાંગર, રાજેન્દ્ર રાણા, પુષ્પાબેન, બાબુભાઈ ટાંક, જયેશગીરી ગોસ્વામી, ઈન્દ્રવિજયસિંહ ઝાલા, નિલેષભાઈ સિંધવ, વાઘાભાઈ મીર, પ્રધ્યુમનસિંહ ઝાલા, કનકસિંહ મહીડા, સાગર સિંધવ, વિનુભાઈ ગોહીલ, ભોપાભાઈ જોગરાણા, વિરમદેવસિંહ ઝાલા, લતીફ ટાંક, લમણ ઉર્ફે દિનેશ જાદવ, કનુબેન ગોલતર, બાબુભાઈ ટાંક, કવાભાઈ મીર, કિર્તીવિજય સિંધવ, રામજીભાઈ સિંધવ વગેરેને મ્યુ. કોર્પેારેશનમાં સમાવેશ નહિ કરીને તેમને નોટીસ પગાર, બેકારી વળતર, ગ્રેચ્યુટી વગેરેની રકમ આપી છુટા કરાયા હતા. જેથી આ કર્મચારીઓએ સિનિયર એડવોકેટ જી. આર. ઠાકરનો સંપર્ક કરતા આ કર્મચારીઓનો તેમને સળગં નોકરીમાં પુન:સ્થાપિત કરવા અંગેના કેસો દાખલ કરેલ હતા.

જે કેસોમાં રાજકોટ મ્યુ. કોર્પેારેશન દ્રારા એવો બચાવ લેવામાં આવેલ કે, માલિકી ટ્રાન્સફરના સંજોગોમાં છુટા કરેલ કામદારોને નોકરીમાં પુન: સ્થાપિત કરી શકાય નહીં, તેમજ આ કેસમાં કામદારો તરફે રજુ કરાયેલ તથા મૌખિક પુરાવાઓને તથા જુબાનીઓને ધ્યાને લઈ કામદારો તરફે એડવોકેટની કાનુની દલીલોને તથા રજુ કરવામાં આવેલ વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ રાજકોટ મજુર અદાલતે આ તમામ કામદારોને સળગં નોકરીમાં પડેલા રોજના જુદા જુદા ટકાઓ ચુકવી પુન: સ્થાપિત કરવાનો તથા ચાલુ કેસ દરમ્યાન વયમર્યાદા વટાવી ચુકેલ કર્મચારીઓને નિવૃતીના લાભો તથા ચાલુ કેસ દરમ્યાન અવસાન પામેલ કામદારના વારસદારોને અવસાનની તારીખ સુધીના આનુષાંગીક લાભો આપવા મહત્વનો ચુકાદો આપેલ છે. આ કામમાં કામદારો વતી રાજકોટના સિનિયર એડવોકેટ જી. આર ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર, મિલનભાઈ દુધાત્રા તથા કૃપાલ ઠાકર રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application