કનસુમરા ગામની કરોડોની કિંમતની ખેતીની જમીન સંબંધે ભાગ મળવા અંગેના દાવામાં વચગાળાના મનાઈ હુકમની માંગણી ના મંજુર ના જામનગર ની દિવાની અદાલતના હુકમ સામેની અપીલ રદ કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ
જામનગર તાલુકા ના કનસુમરા ગામે આવેલ જુના રે.સ.નં. ૨૫, ૨૦૫, ૪૩૮ તથા ૪૭૨ વાળી જમીન સંબંધે હવાબાઈ ઈશાક ખીરા, રોશનબેન ઈશાક ખીરા એ ગુજ. ઈશાક આલી ખીરા ના વારસદાર તરીકે હિસ્સો જુદો પડાવી આપવા તથા કબજો અપાવવા અંગે કાસમભાઈ સુલતાનભાઈ ખીરા વિગેરેના ઓ સામે દાવો જામનગર ની દિવાની અદાલતમાં દાખલ કર્યો હતો. અને દાવા સાથે આંક-૫ થી દાવાવાળી ખેતીની જમીનો દાવા નો આખરી નિકાલ થાય ત્યાં સુધી કોઈ ને વેંચાણ કરે નહીં કે કબજો કોઈ ને ટ્રાન્સફર કરે નહીં કે બોજો ઉભો કરે નહીં તેવો દાવાના નિકાલ થતા સુધીના વચગાળાના મનાઈ હુકમની માંગણી કરી હતી.
જે માંગણી જામનગર ના છઠ્ઠા એડી. સીનીયર સીવીલ જજ એસ. એમ. કામદાર એ ના મંજુર કરેલ, જે હુકમ ની સામે હવાબાઈ ઈશાક ખીરા, રોશનબેન ઈશાક ખીરા એ જામનગર ની મે. ડીસ્ટ્રીકટ કોર્ટ માં સીવીલ કોર્ટ ના હુકમ સામે અપીલ દાખલ કરી હતી , આ અપીલ ચાલી જતાં રીસ્પોન્ડન્ટ ના વકીલ એ કરેલ દલીલો જેમાં મુખ્યત્વે નોંધ નં. ૫૩૬ તા. ૧૫/૦૪/૧૯૭૬ ના રોજ પાડવામાં આવેલ છે ત્યારબાદ હવાબાઈ ઈશાક ખીરા વિગેરે ના ઓ એ ૪૩ વર્ષ બાદ પડકારવામાં આવેલ છે. જેથી દાવો જ સંપૂર્ણપણે સમય મર્યાદા બહાર નો હોય જેથી પણ વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહીં તેમજ હવાબાઈ ઈશાક ખીરા વિગેરેના ઓ દ્વારા સૌપ્રથમ કાર્યવાહી પ્રાંત અધિકારી, જામનગર સમક્ષ તથા ત્યારબાદ કલેકટર સમક્ષ પડકારવામાં આવેલ હતી. તે તમામ કાર્યવાહીઓ માં હવાબાઈ ઈશાક ખીરા વિગેરેનાઓ ની તરફેણમાં કોઈ હુકમ કરવામાં આવેલ નથી, ઉપરોકત રેવન્યુ ઓથોરીટી સમક્ષ કરેલ તમામ કાર્યવાહીઓની હકીકતો દાવા અરજીમાં છુપાવેલ છે અને ચોખ્ખા હાથે આવેલ ન હોય જેથી વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહીં વિગેરે તમામ વિસ્તૃત દલીલો ધ્યાને લઈ હવાબાઈ ઈશાક ખીરા વિગેરેનાઓ ની દિવાની અદાલતના હુકમ સામે ની અપીલ જામનગરના બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ ની કોર્ટમાં ચાલી જતાં હવાબાઈ ઈશાક ખીરા વિગેરેનાઓ ની અપીલ ના મંજુર કરી અને દિવાની અદાલતનો હુકમ યથાવત રાખવામા આવ્યો છે.
આ કેસમાં રિસ્પોન્ડન્ટ કાસમભાઈ સુલતાનભાઈ ખીરા વિગેરેના ઓ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડીયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, તથા નેમીષ જે. ઉમરેટીયા રોકાયા હતા.