લોસ એન્જલસમાં હોલિવૂડના ડોલ્બી થિયેટરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે યાં ઓસ્કર ૨૦૨૪ અથવા ૯૬ એકેડેમી એવોર્ડઝની જાહેરાત કરવામાં આવી. જેમાં ધારણ મુજબ જ ફિલ્મ 'ઓપનહેઈમર'એ દબદબો જાળવ્યો છે. લોસ એન્જલસમાં આયોજિત ઈવેન્ટમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ અભિનેતા–અભિનેત્રી, બેસ્ટ સપોટિગ એકટર અને એકટ્રેસ સહિત અનેક વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ફિલ્મ ઓપનહેઈમરનો દબદબો
ડિરેકટર ક્રિસ્ટોફર મોલનની ફિલ્મ ઓપનહાઇમરે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ઓસ્કર ૨૦૨૪માં ઓપનહેઈમરને ૧૩ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. જેમાંથી ફિલ્મએ સાત એવોર્ડ જીત્યા હતા. જેમાં બેસ્ટ ડિરેકટર, બેસ્ટ એકટર, બેસ્ટ સપોટિંગ એકટરનો સમાવેશ થાય છે.એમા સ્ટોને બેસ્ટ એકટ્રેસનો ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. તે સ્ટેજ પર ઇમોશનલ થઇ હતી. સાથે તેણે કહ્યું કે પોતાની લાગણી રજુ કરવા તેની પાસે શબ્દો જ નથી. અભિનેતા કિલિયન મર્ફીને ફિલ્મ ઓપનહેઈમર માટે બેસ્ટ એકટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્ટાર્સે એકટરને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ફિલ્મ ઓપનહેઈમર માટે બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ ક્રિસ્ટોફર નોલનને મળ્યો હતો.
બેસ્ટ સપોટિર્ગં એકટ્રેસનો એવોર્ડ કોને મળ્યો?
અભિનેત્રી દ 'વિન જોય રાડોલ્ફને બેસ્ટ સપોટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.આ એવોર્ડ ફિલ્મ ધ હેન્ડઓવરમાં તેની ભૂમિકા માટે મળ્યો છે. અભિનેત્રી તેના ભાષણ દરમિયાન ભાવુક થઇ હતી. તેણે કહ્યું કે તેનો પ્લાન એકટર બનવાનો નહોતો. પરંતુ હવે તે અહીં છે, તે ઇન્ડસ્ટ્રીમાં વધુ કામ કરવા માંગે છે
બેસ્ટ સપોટિર્ગં એકટર
બેસ્ટ સપોટિંગ એકટરનો ઓસ્કર એવોર્ડ ઓપનહેઈમર માટે રોબર્ટ ડાઉની જૂનિયરને મળ્યો હતો. રોબર્ટનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને ત્રણ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું છે. રોબર્ટે તમામને આભાર માનતા કહ્યું હતું કે તેને તેના ખરાબ દિવસો યાદ આવ્યા. એ પણ કહ્યું કે તેને કામની જરૂર હતી. જયારે નોલને તેને આ ફિલ્મની ઓફર કરી. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલનની સાથે તેણે ઓપનહેઈમરના સ્ટાર્સનો પણ આભાર માન્યો હતો
ઝારખંડમાં રેપ પર આધારિત ફિલ્મ ઓસ્કારમાંથી બહાર
ઝારખંડમાં રેપ પર બનેલી ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ ૨૦૨૪ની રેસમાં નોમિનેટ થઈ હતી. નામ– ટૂ કીલ અ ટાઈગર, જેને બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મનું એકેડેમી એવોડર્સ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ એવોર્ડ ફિલ્મ '૨૦ ડેઝ ઇન મરિયોપોલ'ને મળ્યો હતો. 'ટુ કિલ અ ટાઈગર' ઝારખંડની વાર્તા પર આધારિત કેનેડિયન ફિલ્મ છે, જેનું નિર્દેશન નિશા પાહત્પજાએ કયુ છે
ઓસ્કર વિનર્સની યાદી
– બેસ્ટ ફિલ્મ– ઓપનહેઈમર
– બેસ્ટ એકટ્રેસ–એમા સ્ટોન, ફિલ્મ પૂઅર થિંગ્સ
– બેસ્ટ ડિરેકટર– ક્રિસ્ટોફર નોલન, ફિલ્મ ઓપનહેઈમર
– બેસ્ટ એકટર– કિલિયન મર્ફી, ફિલ્મ ઓપનહેઈમર
– બેસ્ટ ઓરિજિનલ સ્કોર– ઓપેનહાઇમર
– બેસ્ટ સોંગ– બિલી ઇલિશ, ફિલ્મ બાર્બી
– બેસ્ટ સપોટિંગ એકટર – રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેઈમર)
– બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ– ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)
– બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ ફિલ્મ માટે)
– પ્રોડકશન ડિઝાઇન – જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે)
– ઓરિજિનલ સ્ક્રીનપ્લે – જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે)
– બેસ્ટ ફિલ્મ એડિટિંગ – જેનિફર લેમ (ઓપનહાઇમર ફિલ્મ માટે)
– બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે– અમેરિકન ફિકશન
– શ્રે વિયુઅલ ઈફેકટસ– ગોડઝિલા માઈનસ વન
– ડોકયુમેન્ટરી શોર્ટ ફિલ્મ– ધ લાસ્ટ રિપેર શોપ
– બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર ફિલ્મ– ૨૦ ડેઝ ઇન મરીયોપોલ
– બેસ્ટ સિનેમેટોગ્રાફી– ઓપનહેઈમર
– લાઇવ એકશન શોર્ટ ફિલ્મ– ધ વંડરફલ સ્ટોરી ઓફ હેનરી શુગર
– બેસ્ટ એનિમેટેડ ફિચર– ધ બોય એન્ડ ધ હેરોન
– બેસ્ટ કોચ્યુમ ડિઝાઇન – પૂઅર થિંગ્સ
– બેસ્ટ પ્રોડકશન ડિઝાઇન– પૂઅર થિંગ્સ
– બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલિંગ– પૂઅર થિંગ્સ
– બેસ્ટ સાઉન્ડ– ધ જોન ઓફ ઇન્ટેરેસ્
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech