BREAKING NEWS

ઓપરેશન મ્યુલ હંટ: એકાઉન્ટ ભાડે આપનાર વધુ એક એકાઉન્ટધારક સામે ગુનો નોંધાયો

  • December 19, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પોલીસ દ્વારા સાઇબર ફ્રોડના નાણાની લેવડદેવડ માટે એકાઉન્ટ ભાડે આપનાર એકાઉન્ટ ધારકો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે વધુ એક મ્યુલ એકાઉન્ટધારક સામે ગુનો નોંધ્યો છે. બેંક ઓફ ઇન્ડિયાની યુનિવર્સિટી રોડ બ્રાન્ચમાં સાયબર ફ્રોડના રૂ.10.40 લાખ જમા થયા હતા. જે અંગે એકાઉન્ટ ધારક વાસવાણી રોડ પર ગુરુજીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા શખસે રૂ.૮ હજારની લાલચમાં એકાઉન્ટ ભાડે આપ્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગે એકાઉન્ટધારક અને તેણે જેને એકાઉન્ટ ભાડે આપ્યું હતું બને આરોપી સામે ગુનો નોંધી એકાઉન્ટધારકની ધરપકડ કરી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર પ્રદીપ કુમાર કોટડ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર પારિજાત સોસાયટી પાસે ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા અને હાલ શાપરમાં શીતળા માતાના મંદિર પાસે સ્થાયી થયેલા ગોપાલ ધીરૂભાઈ પરમાર અને સંદીપ પારેખનું નામ આપવામાં આવ્યું છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટ અંગેની તપાસ દરમિયાન રાજકોટમાં બેંક ઓફ ઇન્ડિયાની યુનિવર્સિટી બ્રાન્ચ શાખામાં એકાઉન્ટ નંબર 312710110013399 માં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે તપાસ કરી એકાઉન્ટધારક ગોપાલ ધીરૂભાઈ પરમારની પુછપરછ કરતા તેના એકાઉન્ટમાં ફ્રોડના કુલ રૂપિયા 10.40 લાખ જમા થયા હતા. જે રૂપિયા જે તે દિવસે વિડ્રોલ કરી લીધા હતા તે બાબતે પૂછતા પોતાના એકાઉન્ટમાંથી ક્યાંથી અને કોણે રકમ જમા કરાવી તે અંગેની પોતાને કોઈ જાણ ન હોવાનું અને આ બેંક એકાઉન્ટ હાલ ફ્રીજ થયું છે તેમ જણાવ્યું હતું. આ બેન્ક એકાઉન્ટની કીટ જેમાં એટીએમ, ચેકબુક, પાસબુક, બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર સીમકાર્ડ પોતે રૂ. 8,000 ની લાલચમાં પોતાના પરિચિત એવા સંદીપ પારેખને ભાડે આપ્યું હોવાની કબુલાત આપતા પોલીસે એકાઉન્ટધારક ગોપાલ પરમાર અને સંદીપ પારેખ બંને સામે ગુનો નોંધી અન્ય આરોપી સંદીપને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application