આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સાયબર ગુનાખોરી અને ઓનલાઇન નાણાકીય ફ્રોડના દૂષણને ડામવા માટે ઓપરેશન મૂલ હન્ટ–૨.૦ અંતર્ગત સરહાનીય કામગીરી કરી છે. સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા માટે કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપનાર ટોળકીઓ વિદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ ખાસ ડ્રાઈવ હેઠળ અલગ–અલગ પોલીસ સ્ટેશનોમાં ૦૮ ગુના દાખલ કરી ૧૬ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ ટીમોએ 'સમન્વય પોર્ટલ' ના ડેટા અને શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેકશનનું ઐંડાણપૂર્વક એનાલિસિસ કરીને આ સફળ ઓપરેશન પાર પાડું હતું.પોલીસને મળેલી કુલ ૫૦ સાયબર ફ્રોડની અરજીઓના આધારે આઠ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મેટોડા પોલીસ સ્ટેશનમાં ૨૪ અરજીઓના આધારે . ૬૨ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું ખુલ્યું. મિતલ ગોપાલદાસ પારેલીયાની ધરપકડ કરાઈ, યારે આસિફ નામનો આરોપી પકડવાનો બાકી છે.ગોંડલ તાલુકા પોલીસમાં ૧૬ અરજીઓના આધારે . ૮૪.૬૬ લાખ ટ્રાન્સફર થવાના મામલે રાયધન અરજણ ઓડેદરા સામે ગુનો દાખલ કરાયો છે.ધોરાજી સીટી પોલીસ (૨ અલગ ગુના) જેમાં ૪ અરજીઓમાં . ૧૦.૪૯ લાખના ફ્રોડ બદલ હિતેશ જમન સવાટની ધરપકડ, સિરાજ અલીજી સૈયદરાજની શોધખોળ હાથ ધરી છે ૧ અરજીમાં . ૨૦ લાખના ટ્રાન્ઝેકશન મામલે સોહેલ સીદ્દીકભાઈ શેખ, શકીલ યુસુફ અનવાન અને સિરાજ અલીજી સૈયદરાજ (ફરાર) સામે ગુનો દાખલ કર્યેા છે. જસદણ પોલીસ મથકમાં ૪૪ અરજીઓ અંતર્ગત . ૧૦ લાખના ફ્રોડ મામલે મહિપાલ વિરજી પરમાર સામે કાર્યવાહી કરાઇ છે. ગોંડલ સીટી–બી ડિવિઝનમાં ૧ અરજીમાં . ૪૦ હજારના વ્યવહાર બદલ સુલ્તાનશા રહેમાનશા શાહમદાર, મોસીન દાઉદ શાહમદાર અને હત્પસૈન નઝાર કાસમાણી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ છે. જયારે સુહાયલ વાલી સોલંકીને પકડવાનો બાકી છે. વિંછીયા પોલીસ મથકમાં ૨ અરજીઓમાં . ૨૫ હજારના ફ્રોડ બદલ સાગર પીઠા ઝાપડીયા અને યોગેશ મુકેશ રાઠોડની ધરપકડ કરાઇ છે. પડધરી પોલીસમાં ૨ અરજીઓમાં . ૨૦ હજાર ટ્રાન્સફર થવાના મામલે સાગર બાલુ ધામણીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
દેવભૂમિ દ્વારકા: કલા મહાકુંભ ૨૦૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૫ ઓગસ્ટ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે અરજી કરવાની રહેશે
રાજકોટની માધાપર ચોકડી પર કાળજું કંપાવતો અકસ્માત: રેતી ભરેલા ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવાનને કચડ્યો
લૉર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક ડંકો: 142 વર્ષમાં પહેલીવાર રમાયેલી મહિલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત
મહેસાણાના ખેરવામાં ધોળેદિવસે સશસ્ત્ર લૂંટ: ગ્રાહકની આંખમાં મરચું નાખી, હાથની આરપાર છરો ખૂંપાવી 10 તોલા સોનું અને ₹1.5 લાખની લૂંટ
ચારે તરફ આગની લપેટો, બંધ દરવાજા... પબમાં મચી ચીસો...અંદર ફસાયેલા લોકોની હૃદયદ્રાવક કહાની
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech