રાજકોટ જિલ્લ ાનું મેટોડા કદાચ ગુજરાતની દારૂબંધીની બહાર આવી ગયું હોય અથવા તો પોલીસની નજર બહાર હોય તે રીતે મેટોડા જીઆઈડીસીમાં પાણીના પરબની જેમ દારૂના સ્ટેન્ડ ખુલ્લ ેઆમ ધમધમે છે. એક રેસ્ટોરન્ટના નામે માગો તે બ્રાન્ડ મળી રહે છે. એવું નથી કે, ધંધાર્થી ઓળખતો હોય કે જાણીતા ચહેરાને નગં મળે. કોઈપણ અજાણ્યો જાય અને નાણા ચુકવે એટલે પાણીની બોટલની જેમ લાલપીણાની બોટલ પણ ખુલ્લ ેઆમ હાથમાં થમાવી દેવાય છે. આવી જ રીતે દેશીની પાણીના પાઉચની માફક કોથળીઓ એકટીવામાં ખુલ્લ ેઆમ મોટા કોથળામાં રાખીને વેચાણ થતું હોવાની ત્યાંના સ્થાનીક જાણકારોમાં ઉધોગકારોમાં ભારે બુમરાળ ઉઠી છે અને કદાચ આ ફરિયાદ ઉચ્ચસ્તરે પણ પહોંચવાની સંભાવના સાથેની ચર્ચા વહેતી થઈ છે.
મેટોડા જીઆઈડીસીમાં મોટી ફેકટરીઓ, ઈન્ડસ્ટ્રીઝો છે અને ત્યાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય કામ કરે છે અને મેટોડામાં જ વસવાટ કરે છે. મોટા ક્ષેત્રફળમાં પથરાયેલી મેટોડા જીઆઈડીસીમાં ઉધોગોના વિકાસની સાથે બુટલેગરો ધંધાર્થીઓનો પણ વિકાસ કે ધંધો ધમધોકાર ધમધમી રહ્યો હોય તેમ અપ્પુ અને પપ્પુની જોડીનું દેશી–વિદેશી દારૂનું ખુલ્લ ેઆમ વેચાણ નેટવર્ક ચાલી રહ્યું હોય તેવી વાતો અને ચર્ચાઓ વચ્ચે મેેેેટોડા જીઆઈડીસીમાં એક ભગવાનના નામ સાથે જોડાયેલા રેસ્ટોરન્ટમાં જમવાના, નાસ્તાના નામે ખુલ્લ ેઆમ વિદેશી દારૂનું સ્ટેન્ડ ધમધમે છે. સવારથી રાત સુધી આ રેસ્ટોરન્ટ પર માગો તે બ્રાન્ડનો માલ મળી રહે છે.
સાંજ પડયે અને રેશનીંગની લાઈન લાગી હોય તેમ અહીં નગં લેવા માટે પ્યાસીઓ આવે છે. એેવું પણ નથી કે, જાણકાર કે રોજીંદો ગ્રાહક હોય તેને જ માલ મળે. કોઈપણ અજાણ્યો વ્યકિત જઈને પણ જે બ્રાન્ડ જોઈતી હોય તે પ્રમાણેના નાણા આપે એટલે તેને માગે તે અને માગે તેટલા નગં આસાનીથી મળી રહેતા હોવાની અને રોજીંદા પેટીઓ મોઢે માલ કપાતો હોવાની ચર્ચા છે. પીપીની આ જોડીને રાજકોટ રૂરલ એલસીબીની અને મેટોડા પોલીસની લીલીઝંડી છે કે કેમ ? જો મંજુરી ન હોય તો આવી રીતે પાણીની બોટલો કે કોથળીઓ ખુલ્લ ેઆમ વેચતા હોય તે રીતે વેચાણ થવું અશકય છે. જો મંજુરી ન હોય તો એલસીબી અને મેટોડા પોલીસ બન્નેનું નેટવર્ક નબળું કહેવાય કામગીરી નબળી કહેવાય કે, મેટોડામાં ખુલ્લ ેઆમ વેચાણની ત્યાંના સ્થાનીકોને જાણ છે અને પોલીસ જ અજાણ છે ? બે–પાંચ દિવસથી નહીં એક–બે મહિનાથી આવી રીતે વેચાણ થતું હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનીક પોલીસની સાથે એસએમસી પણ અજાણ હશે કે કેમ ? કારણ કે, થોડા વખતથી આ તરફ એસએમસીની પણ કોઈ લટાર કે રેઈડ થઈ હોય તેવું પોલીસ ચોપડે નોંધાયું નથી. આ બધુ અત્યારે એલસીબી, એસઓજી, મેટોડા પોલીસ કે એસએમસીના ધ્યાને આવ્યું નથી, કયાંક રેઇડ થઇ નથી, અપ્પુ–પપ્પુ કે પરેશ જેવા કોઇ નામધારી પકડાયા નથી. કયાંય આવી નામજોગ રજૂઆત કે આક્ષેપો થયા નથી માટે કદાચ ખુલ્લ ેઆમ લાખોના દારૂનું વેચાણ અને લાખેણો વહીવટ થતો હોય તો પણ ચર્ચા કે અફવા માનવી રહી
૨૦થી વધુ એકિટવામાં દેશી દારૂની તો માગો ત્યાં ડિલિવરી ?
વિદેશી દારૂનું મેટોડા જીઆઇડીસીના એક ગેઇટની અંદર આવેલા ખાણીપીણીના સ્થળ પર સ્ટેન્ડ હોવાની વાત છે જયારે દેશી દારૂના આખી જીઆઇડીસીમાં અલગ અલગ પોઇન્ટ અથવા તો હરતા ફરતા સ્ટેન્ડની માફક ૨૦થી વધુ એકિટવા દેશી દારૂના પાઉચના કોથળા ભરીને દોડતા રહેતા હોવાની ચર્ચા છે. આ ડિલિવરી શ્રમિકો ફેકટરીમાંથી છૂટે અથવા બહાર નીકળે ત્યારે રોડ પર ફરતા એકિટવાઓને એક કોથળીના ૫૦ રૂપિયા લેખે જેટલી કોથળી જોઇ એટલા રૂપિયા આપે કે તર્ત જ એકિટવામાં આગળના ભાગે રહેલા કોથળામાંથી એટલા પાઉચ કાઢી આપવામાં આવે છે. આ બધુ ખુલ્લ ેઆમ થાય છે, એકિટવા પર પાઉચ વેચવાવાળાને એક પાઉચે ધંધાર્થી દ્રારા ૧૦ રૂપિયા કમિશન અપાતું હોવાનું અને આ કમિશન પર પણ એકિટવાચાલક રોજીંદા આરામથી ૧૦૦૦–૧૫૦૦ કમાતો હોવાની ચર્ચા છે. આવું બધુ ખુલ્લ ેઆમ ચાલતું હોય તો ખરેખર શર્મનાક કહેવાય અને પોલીસનું નેટવર્ક નબળું કહેવાય.
સુરજ અને જોગી જેવું ભળતું નામ ધરાવતી જોડી વહીવટદાર ?
રાજકોટ જિલ્લ ા પોલીસમાં હાલમાં તપતા સુરજ જેવું જેનું નામ છે અથવા ચોકકસ વહીવટમાં પારંગતતા ધરાવે છે તેવા એક વ્યકિતની મંજુરીથી અથવા વહીવટથી મેટોડામાં વિદેશી અને દેશી દારૂનું ખુલ્લ ેઆમ વેચાણ થઈ રહ્યું છે. આ વ્યકિતને સ્થાનીક સ્તરે યોગીનો સાથ સાંપડયો હોવાની ચર્ચા છે. જિલ્લ ાનું નેટવર્ક સુરજ જેવું નામ ધરાવતો પોલીસનો નજીકનો વ્યકિત અને મેટોડામાં જોગી જેવું નામ ધરાવતા વ્યકિતનું રાજ છે અને સુરજ તથા જોગીરાજની આ જોડી લાખેણો વહીવટ સંભાળતી હોવાની ચર્ચા છે.
જો દરોડા પડશે તો ઉચ્ચ અધિકારીઓની તોળાતી બદલીને અસર ?
કદાચિત આ બાબતોથી ઉચ્ચ અધિકારીઓ અજાણ હોય પરંતુ જે રીતે મેટોડા જીઆઇડીસી ઉપરાંત કહેવાય છે કે, શાપર અને ગોંડલમાં ટી કેપિટલ અક્ષર પર નામ ધરાવતા એક ધંધાર્થીનો લાખોનો ધંધો માલ પુરબહારમાં વેચાઇ રહ્યો છે ચાલી રહ્યો છે. આ ધંધાર્થીઓ પર કદાચને એસએમસીની નજર પડે અથવા કોઇ ટીમ દરોડો પાડે તો હવે ટૂંક સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે તેમાં આવા દરોડાના પગલે સ્થાનિક અધિકારીઓને પણ યોગ્ય જગ્યાએ જવા કે સારા સ્થાનમાં અસર પડી શકે તેવી પણ પોલીસના ખાનગી વર્તુળોમાં ચર્ચા ચાલતી હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech