સર્વેશ્વર ચોકમાં વોંકળા પર મહાપાલિકા જ હવે નવી ડિઝાઈન મેળવીને ભરશે સ્લેબ

  • September 30, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ડો. યાજ્ઞીક રોડ પર વોંકળા પરનો સ્લેબ તુટી પડવાની દુર્ઘટનામાં મહાપાલિકા દ્રારા જન સલામતી માટે મત્વનો નિર્ણય લેવાયો છે. મહાપાલિકા તત્રં જ હવે નવી ડીઝાઈન મેળવીને રોડ પરનો ભાગ કે જયાંથી વોંકળો પસાર થાય છે ત્યાં નવો સ્લેબ ભરવામાં આવશે. નવી ડીઝાઈનની સ્લેબની મજબુતાઈ ટકી રહે તે માટે વોંકળામાં ઉતરીને સમયાંતરે સાફ સફાઈ થઈ શકે તેવું પ્રયોજન રહેશે.
સર્વેશ્ર્વર ચોકમાં ગત રવિવારે મોડી સાંજે ખાણીપીણીની દુકાન બહાર વોંકળા પર ભરેલા સ્લેબ પર લોકો ઉભા હતા અને અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. ૩૫ જેટલા વ્યકિત વોંકળામાં ખાબકયા હતા. જેમાં ૨૦થી ૨૨ને નાની મોટી ઈજા થઈ તી. ગંભીર રીતે ઘવાયેલા એક વૃધ્ધાનું મોત નિપજયું હતું. ત્રણ દાયકા પુર્વેનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેને લઈને તુરત જ મહાપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના તંત્રવાહકો હરકતમાં આવ્યા હતા.ઘટનાને લઈને તુરતં જ તુટેલા વોંકળાનો તેમજ નજીકનો ભાગ સીલ કરી આવાગમન બધં કરાવી દેવાયું હતું. વોંકળો તુટવા સંદર્ભે ટેકનીકલ ટીમ પણ તપાસમાં લાગી હતી. બિલ્ડીંગના ઓફિસ ધારકો, દુકાનદારોને ધંધા રોજગાર બધં રાખવા ત્રણેક દિવસ તાકીદ કરાયા બાદ હવે તેને પણ છૂટ આપી છે.

વોંકળા સંદર્ભે મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનદં પટેલ, દ્રારા સંયુકત રીતે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સર્વેશ્ર્વર ચોક રોડ પરના ભાગ કે જયાં નીચેથી વોંકળો પસાર થાય છે ત્યાં નવો સ્લેબ બનાવવામાં આવશે. જે તે સમયે બનેલા સ્લેબમાં એ વખતના ડેવલપમેન્ટ તથા આવાગમનને ધ્યાને લઈ એ ક્ષમતા મુજબ સ્લેબ બન્યા હશે. ત્રણ દાયકામાં જે રીતે વિકાસ થયો અને ડો. યાજ્ઞીક રોડ સર્વેશ્ર્વર ચોકમાં રોજીંદા વાહનો તથા અસંખ્ય લોકોના પસાર થવા સહિતની નાગરીકોની સલામતીની બાબતો ધ્યાને લઈને સ્લેબ નવો બનાવવા નિર્ણય લેવાયો છે.


વોંકળા પર નવો સ્લેબ બનાવવા માટે ટુંક સમયમાં જ કન્સલ્ટન્ટને નિમણુકં કરીને તેમની પાસેથી સ્ટ્રકચર, ડીઝાઈન મેળવવામાં આવશે. જે ડીઝાઈન આધારે વોંકળા પર નવો સ્લેબ ભરવામાં આવશે. આ સ્લેબમાં અંદર વોંકળામાં જઈને સાફ સફાઈ થઈ શકે તેવી નવી ડીઝાઈન તૈયાર થશે. વોંકળો સમયાંતરે સાફ થવાના કારણે સ્લેબમાં ભેજ કે લુણો ન લાગે અને સ્લેબની મજબુતાઈ વધશે તે મુજબ રસ્તો તૈયાર કરવામાં આવનાર હોવાનું પદાધિકારીઓ, અધિકારીઓ દ્રારા પ્રજાહીતમાં પગલું ભરાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application