પતંજલિમાં કોરોના સ્ટાફ પોઝિટિવ થયાની માત્ર અફવા : બાબા રામદેવ

  • April 24, 2021 08:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યોગગુરૂ બાબા રામદેવ પતંજલિ સંસ્થાન 83 સ્ટાફ મેમ્બર્સને કોરોના સંક્રમિત થવાની ખબરને માત્ર અફવા ગણાવી છે. તેમણે કહ્યું હતું કે આજે બહારથી આવનારા કેટલાક દર્દીઓ અને વિદ્યાર્થીઓનો એડમિશન પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક પોઝિટિવ આવ્યા હતા. જોકે પતંજલિમાં કોઈ સ્ટાફ કોરોના સંક્રમિત મળ્યો નથી. એ વાત માત્ર અફવા છે.

 

 

બાબા રામદેવે શુક્રવારે માહિતી આપતા જણાવ્યું હતું કે પતંજલિમાં સ્ટાફને કોરોના થવાની વાત માત્ર અફવા અને ખોટી છે. હું નિયમિત રીતે પાંચથી દસ વાગ્યા સુધી યોગ અને આરોગ્યના લાઈવ પ્રોગ્રામ કરું છું. પતંજલિમાં કોરોના ફેલાઈ રહ્યો છે તે માત્ર એક અફવા છે. આજે આઈપીડીમાં નવા દર્દીઓ અને આચાર્યકુલમમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવ્યા હતા. તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાંથી લોકો પોઝિટિવ મળ્યા હતા. જેને અમે મુખ્ય પરિસરમાં પ્રવેશની પરમિશન આપી નથી. તેમાંથી મોટાભાગના લોકો ઘરે જઇ ચુક્યા છે. એ ઉપરાંત અમે અમારે ત્યાં કોવિડ 19 સેન્ટર બનાવેલું છે. જેમાં ટેસ્ટીંગ વગર અમે કોઈને પ્રવેશ આપતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS