રાજકોટ શહેર તેમજ શહેરની ભાગોળે રૂડા વિસ્તારમાં ન્યુ યર ૨૦૨૫ને વેલકમ કરવા થર્ટી ફસ્ર્ટ નાઇટની અનેક પાર્ટીઓ યોજાનાર છે, પરંતુ આ અંગે હાલ સુધીમાં રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાન્ચના કુલ આઠ ફાયર સ્ટેશનમાં થર્ટી ફસ્ર્ટ નાઇટ અને ન્યુ યર વેલકમ પાર્ટી માટે ફાયર એનઓસી મેળવવા માટે ફકત એક જ અરજી ઇનવર્ડ થઇ છે. અિકાંડ બાદ મહાપાલિકા તંત્રએ લાલ આખં કરતા ફાયર એનઓસી માટેની અરજીઓના કચેરીમાં ઢગલા થઇ રહ્યા છે, પરંતુ એક દિવસીય ઇવેન્ટ માટે અપાતું ફાયર એનઓસી લેવા કોઇ અરજી જ કરતું નથી !
દરમિયાન આ અંગે મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અમે ઇવેન્ટસમાં પણ ચેકિંગ કરતા હોઈએ છીએ પણ અરજીઓ આવે તો તે અન્વયે સ્થળ તપાસ કરવાની થતી હોય છે. હોટેલ્સ, મોટેલ્સ, રિસોટર્સ કે પાર્ટી પ્લોટસ વિગેરે પાસે અગાઉથી ફાયર એનઓસી હોય ત્યાં આગળ થર્ટી ફસ્ર્ટ નાઇટની ઇવેન્ટ યોજાવાની હોય તો તેમણે અલગથી એનઓસી લેવાનું રહે નહીં. અલબત્ત ફાયર સેફટીના નિયમોનું પાલન તો તેમણે પણ અચૂક પણે કરવાનું રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના તહેવારમાં અર્વાચીન ગરબા મહોત્સવ માટે જે રીતે ફાયર એનઓસી મેળવવા અરજીઓ આવતી હતી તે રીતે થર્ટી ફસ્ર્ટ કે ન્યુ યર પાર્ટી માટે અરજીઓ આવી નથી.
મહાપાલિકાના કયા સ્ટેશનમાં કેટલી અરજી
ક્રમ––––ફાયર સ્ટેશન–––––અરજીની સંખ્યા
૧.કનક રોડ મુખ્ય ફાયર સ્ટેશન ૦૧
૨.કાલાવડ રોડ ફાયર સ્ટેશન શૂન્ય
૩.મવડી ફાયર સ્ટેશન શૂન્ય
૪.રામાપીર ચોક ફાયર સ્ટેશન શૂન્ય
૫.બેડીપરા ફાયર સ્ટેશન શૂન્ય
૬.મોરબી રોડ ઇઆરસી સ્ટેશન શૂન્ય
૭.રેલનગર ફાયર સ્ટેશન શૂન્ય
૮.કોઠારીયા રોડ ફાયર સ્ટેશન શૂન્ય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech