વિર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા ગામેગામ ફરશે: નવરાત્રીમાં ફકત હિન્દુઓને જ પ્રવેશ આપો: જેહાદીઓની હિંમત હવે વધી ગઇ છે તેને ક્ધટ્રોલ કરવાની જર: જુનાગઢ આપણું જ છે અને ભારતનું જ રહેશે
દેશભરમાં હવે હિન્દુઓને જાગૃત થવાની જર છે, આજે હું જામનગર આવ્યો છું, ત્યારબાદ દ્વારકા અને પોરબંદરના કેટલાક ગામડાઓમાં જવાનો છું, દર શનિ કે મંગળવારે લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે તેવું આયોજન કરવાની વિચારણા છે અને દેશભરમાં એક લાખ જેટલા હનુમાન ચાલીસાના કેન્દ્રો ખોલવામાં આવશે, કોઇપણ હિન્દુ ઉપરના હુમલાઓ કે ગણેશ પંડાલોમાં થયેલા હુમલાઓને સાખી નહીં લેવાય તેમ આજે જામનગર આવેલા ડો.પ્રવિણ તોગડીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રિય વિશ્ર્વ હિન્દુ પરીષદના સ્થાનક અને અઘ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા આજે જામનગરની મુલાકાતે આવ્યા છે, વિર હનુમાન હિન્દુ રક્ષા યાત્રાના શુભારંભ પ્રસંગે તેઓ હવાઇચોક ખાતે આવ્યા હતાં અને ત્યારબાદ હીંગળાજ માતાના મંદિરેથી નિકળેલી બાઇક રેલીમાં જોડાયા હતાં. પવનચકી નજીક આવેલા વેજુમા હોલ ખાતે તેઓએ હિન્દુ કાર્યકરોને સંબોધન કર્યુ હતું, જામનગર આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડો.તોગડીયાએ જણાવ્યું હતું કે, વિર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા ગામડે-ગામડે ફરશે, આજે લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગણેશ પંડાલ પર હુમલો, લાડુના પ્રસાદમાં ભેળસેળ અને નવરાત્રીના બનાવો વધતાં જાય છે ત્યારે સરકારે કંઇક કરવું જોઇએ, આ ઉપરાંત દર અઠવાડીયે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભલે એવો દાવો કરે કે જુનાગઢ અમા છે, પરંતુ જુનાગઢ મુળ તો ચુડાસમાનું છે અને એ ભારતનો ભાગ છે, પાકિસ્તાનનો કેટલોક વિસ્તાર પણ આપણો છે, હનુમાન કેન્દ્ર બોલતા તેમણે કહ્યું હતું કે, હવે હિન્દુઓએ જાગૃત થવાની જર છે, આખા દેશમાં થઇને કુલ એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો ખોલવામાં આવશે, એટલું જ નહીં આ કેન્દ્રોમાંથી ગરીબોને વિનામૂલ્યે અનાજ, ડોકટરી સારવાર, હદય કે કેન્સરની દવા અને ઓપરેશન કરી આપવાની વિચારણા છે.
ડો.તોગડીયાએ એવી ચીંતા વ્યકત કરી છે કે, ભારતમાં જેહાદ વધી ગઇ છે, જેહાદીઓને હવે ક્ધટ્રોલ કરવાની જર છે, હિન્દુઓની અમો ચિંતા કરીએ છીએ, કચ્છ અને સુરતના ગણેશ પંડાલોમાં જે પ્રકારના હુમલા થયા તે કોઇપણ સંજોગોમાં સાખી નહીં લેવાય. નવરાત્રી વિશે કહેતા તેમણે કહ્યું હતું કે, અંબા માતાની ઉપાસના એ હિન્દુઓનું પર્વ છે ત્યારે તમામ ગરબી મંડળોમાં હિન્દુઓને પ્રવેશ આપવો જોઇએ. તીપતી બાલાજીના પ્રસાદ અંગે તેમણે કહ્યું હતું કે, તીપતિ કે અન્ય કોઇ મંદિરોમાં આ પ્રકારનો પ્રસાદ અપાયો હતો તે દુ:ખદ છે અને તે અંગે તપાસ થવી જોઇએ.
આજે જામનગરમાં ડો.તોગડીયા આવતાં કાર્યકરોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું, ત્યારબાદ તેઓએ હવાઇચોક ખાતે આવેલા શ્રી હીંગળાજ માતાજીના મંદિર ખાતે દર્શન કર્યા હતાં, ત્યારબાદ વેજુમા હોલ ખાતે તેઓએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હિન્દુઓ જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech