રાજકોટ મહાપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ લ્સ૨૦૨૧ હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચની ટીમ દ્રારા શહેરની વિવિધ બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જ કરી દડં વસુલવામાં આવી રહ્યો છે, દરમિયાન આ કામગીરીમાં વેપારીઓ સાથે માથાકૂટ થતી હોય હવે વિજિલન્સ પોલીસના બંદોબસ્ત હેઠળ કાર્યવાહી થઇ રહી છે, તાજેતરમાં ૭૬ દુકાનમાંથી ૪.૯ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી ૧૯,૮૫૦નો દડં વસુલ્યો હતો.
ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ કેટેગરીના પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચેકિંગની ડેઇલી ડ્રાઇવ લગાતાર ચાલુ જ રહેશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયે જથ્થો જ કરી દડં વસુલાશે આથી વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરે તે બાબત જ તેમના અને શહેરના હિતમાં છે.
ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુમરા સમાજ દ્વારા 11 દિકરીના સમુહ લગ્ન તથા 11 મી શરીફનું આયોજન કરવામાં આવ્યું
November 26, 2024 08:21 PMશિયાળાની ઋતુમાં પાકને જીવાતોથી બચાવવાની સરળ રીત...જાણી લો
November 26, 2024 07:57 PMજીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકને રોગ-જીવાતથી બચાવવાના ઉપાયો
November 26, 2024 07:55 PM'આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક', પીએમ મોદીએ 26/11ના હુમલાને પણ કર્યો યાદ
November 26, 2024 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech