જીલ્લામાં માત્ર 3 પોઝીટીવ: 24 કલાકમાં કોઇ મોત નહીં

  • July 17, 2021 12:41 PM 

કુલ મૃત્યુ 4629 : કુલ પોઝીટીવ કેસ 35967 : ડીસ્ચાર્જ : 2 - જામનગરમાં 1 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયા : કોવિડ હોસ્પીટલમાં માત્ર 16 દર્દીઓ સારવારમાં : મ્યુકોમાઇકોસીસના કેસોમાં પણ ઘટાડો

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોના સાવ મરણપથારીએ બેસી ગયો છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી સિંગલ ડીજીટમાં પોઝીટીવ કેસ નોંધાય છે, ગઇકાલે ફરીથી જામનગરમાં માત્ર એક જ અને ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝીટીવ કેસ આવ્યા છે, કુલ મૃત્યુઆંક 4629 થયો છે, છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પીટલમાં કોઇ દર્દીનું મૃત્યુ થયુ નથી અને કુલ પોઝીટીવ કેસનો આંક 35967 થયા છે, ગઇકાલે વધુ બે દર્દીઓ સાજા થઇ જતા તેને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 445976 અને ગ્રામ્ય વિસ્તારમાં 320687 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે, કોવિડ હોસ્પીટલમાં માત્ર 16 દર્દીઓ દાખલ છે, ડોકટરોની કામગીરીમાં પણ હવે સાવ ઘટાડો થઇ ગયો છે, એક સમયે ઓછો સ્ટાફ હતો છતા પણ 2032 દર્દીઓ કોવિડમાં દાખલ હતા, રોજે રોજ 110 થી 120 લોકોના મોત પણ થતા હતા, એમ્યુલન્સની કતારો જોવા મળતી હતી તેમાંથી હવે મુકિત મળી છે, ખાસ કરીને ગ્રામ્ય જીવન હવે ધબકતું થઇ ગયું છે, પરપ્રાંતીય મજુરો પોતાના વતનમાં ગયા હતા તે પરત આવી ગયા છે અને ખેતીકાર્યમાં લાગી ગયા છે.

મ્યુકોમાઇસીસના વોર્ડમાં પણ સારા સમાચાર છે, છેલ્લા અઠવાડીયામાં એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી કે નવા દર્દીઓ દાખલ થયા નથી હાલમાં માત્ર 22 દર્દીઓ છે તે તમામની હાલત સુધારા પર છે, જયારે કોવિડ હોસ્પીટલમાં 16 દર્દી છે તેમા સાત દર્દીને ઓકસીજન આપવામાં આવી રહયું છે, એક સમયે બ્લેક ફંગસના ચાર વોર્ડ શ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 259 દર્દીઓને સારવાર અપાઇ હતી હાલતમાં 10 મહીલા દર્દી અને 12 પુષ દર્દી સારવારમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS