રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડા) કચેરીનું તત્રં કેટલી હદે ખાડે ગયું છે અને વ્યાપક રજૂઆતો છતાં તેમાં કોઇ સુધારો થતો નથી તે બાબતને સમર્થન આપતું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા માટે રાય સરકાર દ્રારા દર ૧૦ વર્ષે એક વખત ઇમ્પેકટ ફીની સ્કિમ લાગુ કરાય છે. હાલમાં પણ આ સ્કિમ અમલી છે. સ્કિમ લાગુ થયાથી આજ દિવસ સુધીમાં આ સ્કિમ હેઠળ કુલ ૧૧૦૨ અરજીઓ ઇનવર્ડ થઇ હતી જેમાંથી ફકત ૧૬૧ અરજી મંજુર થઇ છે.
વિશેષમાં ડાના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમ્પેકટ ફીની સ્કિમ લાગુ થઇ ત્યારથી આજ દિવસ સુધીમાં કુલ ૧૧૦૨ અરજી ઇનવર્ડ થઇ છે જેમાંથી ૫૫૪ અરજી નામંજૂર થઈ છે અને ૩૮૭ અરજી પ્રક્રિયા હેઠળ છે.
મહાપાલિકા તત્રં દ્રારા જે પ્રકારે ગેરકાયદે બાંધકામો અને દબાણોનો સર્વે કરાતો હોય તેમજ નોટિસ આપવા સહિતની પ્રક્રિયા કરાતી હોય છે તેવી કોઇ કામગીરી ડા તત્રં દ્રારા કરાતી ન હોય ડા વિસ્તારમાં ઇમ્પેકટ ફીની સ્કિમને પ્રતિસાદ મળ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.૧૬ ડિસેમ્બર પછી છ માસનો મુદ્દત વધારો અપાયો છે આથી હવે જે નવી અરજી આવશે તેની સંખ્યા અલગ રહેશે. પુરતા ડોકયુમેન્ટસ જોડા ન હોય તે સહિતના કારણોસર રિજેકટ થયેલી અરજીઓમાં બીજી વખત એપ્લાય થવાની તક રહેશે પરંતુ ઇમ્પેકટ ફીની સ્કીમના નિયમની વિધ્ધ હોય તેવું ગેરકાયદેસર બાંધકામ કાયદેસર થઇ શકશે નહીં.
મહત્વપૂર્ણ છે કે, ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ તા.૧–૧૦–૨૦૨૨ પહેલા કરાયા હોય તેવા ગેરકાયદેસર બાંધકામો જ નિયમોને આધિન કાયદેસર કરવાનો નિયમ છે. તા.૧–૧૦–૨૦૨૨ પછી કરાયેલા ગેરકાયદે બાંધકામો કોઇ પણ સંજોગોમાં કાયદેસર કરી શકાશે નહીં. આમ છતાં જો કોઈ આવી અરજી કરશે તો આર્કિટેકટનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે
મનપાની તુલનાએ રૂડામાં ૧૦ ટકા કામગીરી
રાજકોટ મહાપાલિકા હેઠળના શહેર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવાની કુલ ૧૦,૧૪૬ અરજીઓ ઇનવર્ડ થઇ હતી જેમાંથી ૩૮૯૩ અરજીઓ મંજુર, ૯૪૩ રિજેકટ અને ૫૩૧૦ પેન્ડિંગ રહી છે. યારે ડામાં ૧૧૦૨ અરજી ઇનવર્ડ થઇ તેમાંથી ફકત ૧૬૧ મંજુર થઇ છે. મહાપાલિકાની તુલનાએ ડામાં ફકત ૧૦ ટકા કામગીરી થયાનું આંકડાકીય વિગતો ઉપરથી પુરવાર થાય છે.
રૂડામાં ઓફલાઇન અરજીનું પ્રમાણ વધુ
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટે જે અરજીઓ આવી તેમાં ઓનલાઇનની સરખામણીએ ઓફલાઇન અરજીનું પ્રમાણ વધુ છે.અમુક ડોકયુમેન્ટના અભાવે અરજી રિજેકટ થઇ હોય તેવા કિસ્સામાં ડા સ્ટાફ દ્રારા માર્ગદર્શન નહીં અપાતું હોવાની અરજદારોની વ્યાપક રાવ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech