લાલચ: આઈફોન પાણીના ભાવે ખરીદવા જતાં ઓનલાઈન છેતરપિંડી

  • April 11, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગોંડલ રોડ પર પપૈયાવાડી શેરી નં.૪માં રહેતો યુવક પાણીના ભાવે સસ્તામાં આઈફોન ખરીદવા જતાં ઓનલાઈન છેતરાયો હતો. બનાવના સાત માસ બાદ તાલુકા પોલીસમાં હવે છેતરપિંડી, વિશ્ર્વાસઘાત, આઈટી એકટ હેઠળ બે મોબાઈલ નંબરધારક સામે તેમજ તપાસમાં ખુલે તેની વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ફેસબુક આઈડી ધરાવતા પપૈયાવાડીના યુવક કૌશિક પ્રતાપભાઈ રાઠોડ ઉ.વ.૪૨એ ફેસબુકમાં આઈફોન–૧૩ પ્રો વેચવાની જાહેરાત વાંચી હતી. માત્ર ૨૫૦૦૦ રૂપિયામાં આઈફોન મળતો હોવાની ફેસબુકમાં જાહેહરાતથી લલચાયેલા કૌશિકે ફોન ખરીદવા માટે સંપર્ક કર્યેા હતો. કરણસિંહ નામધારી ઈસમે કેકેવી હોલ પાસે સંપર્ક માટે બોલાવ્યો હતો. ત્યાં તેણે ઓનલાઈન પેમેન્ટ કરવા કહેતા અને આપેલા નંબર પર યુવકે તા.૧૧–૯–૨૩ના રોજ ૨૫૦૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ કરણસિંહ નામના ઈસમે ફોન બુક નામની દુકાનેથી ફોન મળી જશે મારે દુકાનદાર સાથે વાત થઈ ગઈ છે કહ્યું હતું, ત્યારબાદ કૌશિકે ત્યાં સંપર્ક સાધતા દુકાનદારે આવી કોઈ વાત થઈ નથી જેના કારણે યુવકે પેમેન્ટ કયુ તે અને અન્ય મોબાઈલ નંબર પર સંપર્ક સાધતા હાનાના જવાબ બાદ બન્ને ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા. અંતે છેતરાયેલ યુવકે સાત માસ બાદ ફરિયાદ નોંધાવી છે. બન્ને મોબાઈલ નંબર આધારે પોલીસે હાથ ધરેલી તપાસમાં અન્યોને પણ સાયબર ક્રાઈમ ફ્રોડ ઈસમો દ્રારા આવી રીતે લોભામણી જાહેરાતોથી છેતર્યા હોવાની આશંકાએ આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News