જસદણના શિક્ષક સાથે ઓનલાઇન ફ્રોડ ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૧.૦૭ લાખની શોપિંગ

  • December 30, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. મોટા શહેરોથી લઈ નગરોમાં પણ હવે લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બની રહ્યા છે. ત્યારે જસદણમાં રહેતા શિક્ષક સાથે ઓનલાઈન ૧.૦૭ લાખની છેતરપિંડી થઈ હતી. શિક્ષકને અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે હત્પં આઇસીઆઇસીઆઈ બેંક માંથી બોલું છું તમાં ક્રેડિટ કાર્ડ બધં કરવું છે? તેમ કહી લીંક મોકલ્યા બાદ આ શખસે શિક્ષકના ક્રેડિટ કાર્ડમાંથી પિયા ૧.૦૭ લાખનું શોપિંગ કરી ફ્રોડ કયુ હતું.


જસદણમાં હરિકૃષ્ણ પાર્કમાં રહેતા અને જસાપરમાં શ્રીમતી આર.કે.પટેલ વિધામંદિર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર હિતેન્દ્રકુમાર અરજણભાઈ રાઠોડ(ઉ.વ ૫૪) નામના શિક્ષક દ્રારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિક્ષકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ આઈસીઆઈસીઆઈમાં એકાઉન્ટ ધરાવે છે અને ક્રેડિટ કાર્ડ પણ આ જ બેંકનું ધરાવે છે. તેમના ક્રેડિટ કાર્ડમાં ફેશન લુક કંપનીમાં સ્કીમ હોય જેમાં પિયા ૯૯૮૮ નો વીમો ભર્યેા હતો જેના પિયા ૧૩ હજાર ભરવા પડા હતા જેથી કાર્ડ બધં કરાવ્યું હતું.


દરમિયાન તારીખ ૨૩૧૧૨૦૨૩ ના એક અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે,હત્પં આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી બોલું છું તમાં ક્રેડિટ કાર્ડ ચાલુ છે અને તમારે સર્વિસ ચાર્જના પિયા ૯,૦૦૦ ભરવા પડશે જેથી શિક્ષકે કહ્યું હતું કે મેં તો ક્રેડિટ કાર્ડ બધં કરાવી દીધું છે જવાબમાં સામેવાળી વ્યકિત કહ્યું હતું કે, હજુ તમાં ક્રેડિડ કાર્ડ બધં થયું નથી બાદમાં તેણે કાર્ડ બધં કરવા માટે પૂછયું હતું જેથી શિક્ષકે આ કહેતા આ શખસે હિન્દી ભાષામાં કહ્યું હતું કે, મેં જો લિંક ભેજતા હત્પં ઓર મેં કહત્પ એસા કરના બાદમાં આ શખસે મોકલેલી લીંક શિક્ષકે ઓપન કરી હતી અને તેણે કહ્યા મુજબ કરી અને તેને ઓટીપી પણ આપી દીધા હતા. બાદમાં તેણે પૂછયું હતું કે અન્ય કોઈ બેંક ખાતામાં એકાઉન્ટ છે કે કેમ જેથી શિક્ષકની શંકા જતા ફોન કાપી નાખ્યો હતો.

આ ફોન બાદ શિક્ષકે આઈસીઆઈસીઆઈ બેંકની એપ્લિકેશન ચેક કરતા તેમના ક્રેડિટ કાર્ડમાં પિયા ૯૭,૦૦૦ ની લોન હતી જેથી તેઓ બેંકે બ તપાસ કરતા માલુમ પડું હતું કે, તેમના ક્રેડિટ કાર્ડ મારફત પિયા ૧.૦૭ લાખની અલગ–અલગ શોપિંગ થઈ ગયેલ છે જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં આ ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application