ઓનલાઇન આફત: ૫૬ ટકા શિક્ષકો માટે નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બની તકલીફનું કારણ

  • October 28, 2020 02:04 AM 1344 views

કોરોના વાયરસનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ અટવાઈ પડયો છે. જોકે ઘણી શિક્ષણ સંસ્થાઓ ઓનઆઈન અભ્યાસ કરાવી રહી છે. પરંતુ તેમાં પણ અનેક અડચણ આવી રહી છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યુ છે. જેમાં ૫૬% શિક્ષકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં નબળી ઇન્ટરનેટ કનેકટીવિટી પરેશાન કરી રહી છે. જ્યારે ૪૪ ટકા શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસમાં ધ્યાન આપતા જ નથી. હાલમાં કોરોના વાયરસ ના કહેર વચ્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ઓનલાઇન અભ્યાસ એકમાત્ર વિકલ્પ છે. ત્યારે વિદ્યાર્થીઓ નહી હવે તો શિક્ષકો માટે પણ ઓનલાઇન અભ્યાસ મુશ્કેલરૂપ બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.


ઓનલાઇન ટેકનોલોજી કંપની એક્સ્ટ્રા માર્કસ એજ્યુકેશન દ્વારા ઓનલાઇન શિક્ષણ અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ૨૨૦૦ જેટલા શિક્ષકોનો મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. જે અંતર્ગત ૫૬% શિક્ષકોએ ઓનલાઇન અભ્યાસમાં નબળી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મુશ્કેલી કરી રહી છે જ્યારે ૪૪ ટકા શિક્ષકોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસમાં ધ્યાન આપતા નથી આ ઉપરાંત અન્ય પૂછાયેલા પ્રશ્નોમાં શિક્ષકોએ જણાવ્યું કે ૫૭% શિક્ષકો ઓનલાઇન શિક્ષણ ને પડકાર જનક ગણાવે છે. જ્યારે ૩૫% શિક્ષકોને ઓનલાઇન શિક્ષણ પડકાર જનક લાગતો નથી. ૭૫% શિક્ષકોને લાગે છે કે ઓનલાઇન શિક્ષણના કારણે દૈનિક દિનચર્યા પર અસર પડી છે. શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ થશે ત્યારે નિયમિત વર્ગો કેવી રીતે લેવાશે તેના પર સ્પષ્ટ નથી. ૪૫ ટકા શિક્ષકો જ્યાં સુધી કોરોના વાયરસની રસી ના શોધાય ત્યાં સુધી શાળાએ જવા તૈયાર નથી. ૨૨% શિક્ષકો માને છે કે શાળાઓ શરૂ થાય પછી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવો જોઈએ. એક સારી બાબત એ પણ છે કે ૭૭% શિક્ષકો માને છે કે  અભ્યાસના કારણે ૪૫થી વધુ વય જૂથના શિક્ષકોમાં કમ્પ્યુટરને લઈ નિપુણતા આવી છે. મહત્વનું છે કે હાલ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જોકે કોરોનાને કારણે અનેક લોકોના જીવનમાં બદલાવ આવ્યા છે. વધતા કેસ વચ્ચે શાળાઓ ક્યારે ખુલશે તે કહી શકાય તેમ નથી. તેવામાં ઓનલાઇન શિક્ષણને લઈ શિક્ષકો શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ આ સર્વેમાં કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application