દ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી

  • May 20, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
સરકારશ્રી દ્વારા રાજયના સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચુ મકાન ધરાવતા હોય તેમને પાકા આવાસ બનાવવા સહાય માટે ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વ્યકિતગત રૂ.૧.૭૦ લાખની સહાય ચાર હપ્તામાં આપવામાં આવે છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી ફોર્મ ભરવાના રહેશે. અરજી કરતી વખતે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો માત્ર ઓનલાઈન સબમિટ કરવાના રહેશે અને જ્યારે સંબંધિત અધિકારીશ્રી જણાવે ત્યારે અસલ કોપી રજુ કરવાની રહેશે.

જરૂરિયાતમંદ લાભાર્થીઓએ યોજનાનો લાભ અવશ્ય લેવા તેમજ વધુ માહિતી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ,ગ્રાઉન્ડ ફલોર રૂમ નં સી/જી ૧૧-૧૨, ધરમપુર લાલપુર બાયપાસ રોડ,ખંભાળીયા નો સંપર્ક કરવા નિગમની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application