નાઘેડીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

  • April 09, 2021 08:20 PM 

જામનગર નજીકના નાઘેડી ધાર વિસ્તારમાં એક શખસને પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે દબોચી લીધો હતો.

જામનગરના નાઘેડી ગામ ધાર વિસ્તાર ગૌશાળા ની બાજુમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામનો વતની રાજસી આલા ગોજીયા ઉંમર વર્ષ 30 નામના શખસને ધાર વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની 2 બોટલ લઈને નીકળતા પોલીસે પકડી પાડી પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરી હતી.

દારૂની બોટલો ક્યાંથી મેળવી એ દિશામાં પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, પંચકોશી બી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS