જામજોધપુરના મહીકી ગામમાં દારૂ સાથે એક પકડાયો

  • May 20, 2021 11:24 AM 

ત્રણ રસ્તા પાસે પોલીસ ત્રાટકી: એક ફરાર

જામજોધપુરના મહીકી ગામથી ત્રણ રસ્તા પાસે પોલીસે બાતમીના આધારે એક શખ્સને દારૂની બોટલ લઈને બાઈકમાં નીકળતા દબોચી લીધો હતો. જેમાં એકનું નામ ખૂલ્યું હતું.

જામજોધપુર તાલુકાના મહીકી ગામમાં રહેતા અરવિંદ ઉર્ફે અનિલ રણછોડ લોલાડીયા ઉમર વર્ષ 34 નામના શખ્સને અંગ્રેજી દારૂની બોટલ લઈને બાઇક નંબર જીજે 10 સીએસ8771 માં મહીકી ગામ થી આગળ ત્રણ રસ્તા પાસેથી નીકળતા પોલીસે પકડી પાડયો હતો.

દારૂ અને મોટરસાયકલ મળી કુલ ૧૫૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે પૂછપરછ દરમિયાન જામજોધપુરના પાળેશ્વર નેસમાં રહેતા જેસા રબારી નું નામ ખૂલ્યું હતું. આ સખસને ફરાર જાહેર કરાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરીને ઉપરોક્ત બંને શખ્સો સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)