જસાપરમાં બિયરના પાંચ ટીન સાથે સમાણાનો શખ્સ ઝબ્બે
ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સને વિદેશી દારુની બાટલી સાથે અને શેઠવડાળા પોલીસે જસાપર બસ સ્ટેન્ડ પાસેથી બિયરના ૫ ટીન સાથે સમાણાના શખ્સને દબોચી લીધો હતો.
ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા હકા ઉર્ફે હકો બાબુ ગમારા (ઉ.વ.૨૪) નામના શખ્સને ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.
જયારે જામજોધપુરના સમાણા ગામમાં રહેતા ચિરાગ ભુપેન્દ્ર શિશાંગીયા નામના શખ્સને બિયરના ૫ ડબલા લઇને જસાપર ગામ બસ સ્ટેન્ડ પાસેથી નીકળતા શેઠવડાળા પોલીસે પકડી લીધો હતો અને આ અંગે પુછપરછ કરી હતી.
***
ખંભાળિયામા દારુની બાટલીઓ સાથે મહિલાની અટકાયત
ખંભાળિયામાં જે.કે.વી. નગર વિસ્તારમાં રહેતી અને આંગણવાડીમાં નોકરી કરતી વૈશાલીબેન અશોકભાઈ ગોંડલીયા નામના ૩૩ વર્ષની મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી રૂ. ૧,૨૦૦ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ કબજે કરી હતી. દારૂનો આ જથ્થો તેણે વેચાણ અર્થે અહીંના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ રહીવતસિંહ સરવૈયા અને રાજેન્દ્રસિંહ કેશુભા જાડેજા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
***
સલાયામાં નશાકારક કફ સીરપ સાથે દુકાનદાર ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા બારલો વાસ ખાતે રહેતા સાલેમામદ ઉર્ફે સાલુ હાસમ એલિયાસ ભટ્ટી નામના ૩૬ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળે જામનગરથી વેચાણ અર્થે મંગાવીને રાખવામાં આવેલી નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની રાખવામાં આવેલી ૨૭ બોટલ પોલીસે કબજે કરી હતી.
આ દરોડામાં પોલીસ રૂપિયા ૬,૦૭૫ની કિંમતની કફ સીરપની બોટલો તેમજ રૂપિયા ૪,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧૦,૦૭૫ ના મુદ્દામાલ સાથે આરોપી સાલેમામદ ઉર્ફે સાલુ ભટ્ટીની અટકાયત કરી, તેની સામે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન મંત્રીએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMમાધવપુરમાં ૨–મેએ ગેરકાયદે બાંધકામો પર તંત્ર બૂલડોઝર ફેરવશે
April 30, 2025 11:56 AMભગવાન પરશુરામ જન્મોત્સવની ષોડસોેપચાર પૂજન વિધિ સાથે ઉજવણી
April 30, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech