ધ્રોલના રોજીયા ગામમાં શરાબની ૧૮ બોટલ સાથે એક ઝડપાયો

  • April 10, 2021 08:13 PM 

બાતમીના આધારે દરોડો, અન્ય એકનું નામ ખૂલ્યું

ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડીને ભરવાડ શખ્સને ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે દબોચી લીધો હતો પૂછપરછમાં ગામમાં રહેતા અન્ય એક શખ્સનું નામ ખૂલ્યું હતું દરમિયાનમાં પ્રોહીબીશન મુજબ બંનેની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્રોલ તાલુકાના રોજીયા ગામના ભરવાડ વાસમાં રહેતા નિતીન વિહા બાભવા ઉમર વર્ષ પચ્ચીસ નામના શખ્સના ભોગવટાના રહેણાક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને અંગ્રેજી શરાબની ૧૮ બોટલ કબજે કરી પકડી પાડ્યો હતો.

રોજીયા ગામમાં રહેતો દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ગજુભા જાડેજાએ બંને ભાગીદારીમાં દારૂ વેચાણ કરવા લાવ્યા હતા. બંનેની સામે પ્રોહીબીશન મુજબ ધ્રોલ પોલીસમાં ફરિયાદ દાખલ કરીને તપાસ આગળ ધપાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS