પીરોટન ટાપુ પર મંજુરી વગર પ્રવેશ કરનાર પકડાયો

  • March 23, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભંગ સબબ મરીન પોલીસ દ્વારા કાર્યવાહી
જામનગર નજીક પીરોટન ટાપુ પર પ્રવેશ પ્રતીબંધ અંગેનું જાહેરનામુ અમલમાં હોય તાજેતરમાં જ એક વ્યકિત સામે ભંગ બદલ ગુનો દાખલ થયો હતો દરમ્યાન વધુ એક શખ્સ ઝપટમાં આવ્યો છે અને ટાપુ પ્રવેશ પ્રતિબંધ જાહેરનમાનો ભંગ કરતા મરીન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડીએમસીનું ટાપુ પ્રવેશ પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલમાં હોય જે અન્વયે બેડી મરીનના પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એસ. પોપટની સુચનાથી હેડ કોન્સ. સુર્યરાજસિંહ જાડેજા, પો.કોન્સ રાજેન્દ્રસિંહ જાડેજા દરીયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બેડી જુના બંદર જેટી પર પહોચતા દરીયામાથી એક બોટ જેટી તરફ આવતી હોય જેમા મહિલા તથા પુરુષો બેઠેલ હોય જેથી બોટચાલક (માલિક) ને જેટી પાસે બોલાવી નામ સરનામુ પુછતા પોતે અબ્બાસ જાફર કેર (ઉ.વ.૩૦) માછીમારી રહે. બેડી મેહબુબશા ચોક જામનગરવાળો હોવાનું જણાવતા ઇસમની પુછપરછમાં મારા પિતાને પગની બિમારી હોય અને તેઓ પિરોટન ટાપુએ આવેલ દરગાહની માનતા માનેલ હોય જેથી તેમને તથા પરિવારના સભ્યોને લઇ અમો પીરોટન ટાપુ દરગાહે સલામ કરવા ગયેલ હતા.
જેથી આ બાબતે તેઓને નાયબ વનરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગરની પુર્વ મંજુરી મેળવેલ છે કે કેમ તેમ પુછતા આવી કોઇ મંજુરી મેળવેલ નહી હોવાનુ તેમજ ફિશરીઝ વિભાગમાથી દરીયામાં જવા આવવા બાબતે કોઇ ટોકન મેળવેલ ન હોવાનુ જણાવેલ હોય જેથી ઇસમે પુર્વ મંજુરી લીધા વગર પીરોટન ટાપુ ઉપર પ્રવેશ કરી જામનગર જીલ્લાના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી ઇસમ વિરુઘ્ધ કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી આરોપી વિરુઘ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application