એક ઓર નરેન્દ્ર વડાપ્રધાન મોદીના જન્મદિવસ ઉપર રિલીઝ થશે ફિલ્મ : ગજેન્દ્ર ચૌહાણ નિભાવશે મુખ્ય ભૂમિકા

  • March 04, 2021 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જિંદગી ઉપર અનેક ફિલ્મો બની ચૂકી છે. વિવેક ઓબેરોયથી લઈને મહેશ ઠાકોર સુધીના જાણીતા, અજાણ્યા ચહેરાઓએ વડાપ્રધાનની ભૂમિકા નિભાવવાની કોશિશ કરી છે. ત્યારે હવે મહાભારત સીરીયલમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણ આ ભૂમિકામાં જોવા મળશે.

 

ખૂબ ઝડપથી વડાપ્રધાન ઉપર વધુ એક ફિલ્મ બનાવવાની છે. તેના માટે ગજેન્દ્ર ચૌહાણને મુખ્ય ભૂમિકા નિભાવવા કાસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મનું નામ હશે એક ઓર નરેન્દ્ર. જેમાં બંને નરેન્દ્ર એટલે કે  સ્વામી વિવેકાનંદ અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો વિશે વાત કરવામાં આવશે.

 

ડિરેક્ટર મિલન ભૌતિકે જણાવ્યું હતું કે, આ સ્ટોરી બે ભાગમાં દેખાડવામાં આવશે. પહેલા હિસ્સામાં નરેન્દ્રનાથ દત્તના રૂપમાં સ્વામી વિવેકાનંદની જિંદગી વિશે જણાવવામાં આવશે. ત્યારબાદ બીજા કિસ્સામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જિંદગી ઉપર ફોકસ કરવામાં આવશે.  ડિરેકટરનું માનવું છે કે વિવેકાનંદે પોતાની આખી જિંદગી માત્ર ભાઈચારાનો સંદેશો આપ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદીને તેઓ એક મહાન નેતા માને છે. જેને દેશને એક અલગ જ ઊચાઈએ પહોંચાડયું છે. માર્ચ મહિનામાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની વાત ચર્ચાઈ રહી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત અને કોલકત્તામાં થવાની વાત પણ જાણવા મળે છે.

 

નોંધનીય છે કે આ ફિલ્મની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં એક નવા પ્રોજેક્ટને લઈને રાજનીતિમાં ગરમાવો આવી શકે છે. તેના પર નરેન્દ્ર ચૌહાણણે વધુ કશું કહ્યું નથી પરંતુ તેઓએ તેને માત્ર એક સંજોગ હોવાનું જણાવ્યું હતું. ગજેન્દ્ર ચૌહાણનું કહેવું હતું કે આ ફિલ્મ ઉપર છેલ્લા ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. બસ હાલમાં તેની જાહેરાત  કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application