વહેલી સવારે નણંદને મુકવા માટે ગયેલી મહિલા તેના ઘરે પરત જઈ રહી હતી ત્યારે લખુભા હોલ નજીકથી કારમાં સવાર શખ્સોએ મહિલાનો પીછો કર્યો હતો અને તેના ઘર સુધી ગયા હતા.જ કે મહિલાના ઘર નજીક પડેલી કપચીમાં કારનું ટાયર ફસાઈ જતા શખ્સો નાસી છૂટ્યા વ્હેલી સવારે બનેલી ઘટના અંગે મહિલા દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તપાસ હાથ ધરી એક શખ્સને ઉપાડી લીધો હતો.
પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ કાળીયાબીડ વિસ્તારમાં રહેતી પરણીત મહિલા વહેલી સવારે તેના કૌટુંબીક નણંદને ઘોઘા જકાતનાએ મૂકી પરત ઘરે જતા હતા તે સમયે લખુભા હોલ નજીક કારમાં બેઠેલા શખ્સોએ મહિલાના સ્કૂટરની ગતિ સાથે કારની ગતિ રાખી પીછો કર્યો હતો. મહિલાએ શક જતા તેનું વ્હીકલ ધીમુ કરતા ચાલકોએ પણ તેના કારની ગતિ ઘટાડી હતી. જો કે ગભરાયેલી મહિલાએ પોતાનું સ્કૂટર તેજ ગતિએ ચલાવી ઘરે પહોંચી ગઈ હતી. જયારે કારમાં સવાર શખ્સો છેક મહિલાના ઘર સુધી પહોંચ્યા હતા. પરંતુ મહિલાના ઘર નજીક પડેલા કપચીના ઢગલામાં કારનું ટાયર ફસાઈ જતા શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે મહિલા દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ભાવેશ પટેલ(સુરત), લાલજી સુતરીયા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસના પીઆઈ રોહીત ચૌધરીએ સીસીટીવીના કૂટેજ વગેરે ચકાસી તપાસનો ધમધમાટ શ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ લાલજી સુતરાયાને ઉપાડી લીધો હતો, જ્યારે ભાવેશ પટેલને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech