ખારાબેરાજામાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો પૈકી એકનું મૃત્યુ

  • March 17, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય બેનો બચાવ : ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઇ


જામનગર નજીક ખારા બેરાજા ગામ પાસે એક ભરડીયા દ્વારા તૈયાર કરેલા મોટા ખાડામાં પાણી ભરાયું હોવાથી ત્યાં નાહવા પડેલા ત્રણેક યુવાનો પૈકીનો એક યુવાન ડૂબી જતા મૃત્યુ પામ્યો છે, જ્યારે અન્ય બેનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડની ટુકડી એ મૃતદેહ ને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો.


જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં રાજભા જાડેજાના ભરડિયાઓ આવેલા છે, જે પૈકી એક મોટો ખાડો થયો હોવાથી તેમાં પાણી ભરાયું હતું, જે પાણીમાં ભરડિયામાં જ કામ કરતા પરપ્રાંતિય ત્રણ શ્રમિકો શનિવારે સાંજે પાંચેક વાગ્યે નહાવા માટે પડ્યા હતા. જે પૈકી એક યુવાન પાણીના ઉંડા ખાડામાં ચાલ્યો જતાં ડૂબવા લાગ્યો હતો. જયારે અન્ય બે યુવાનો બચીને બહાર નીકળી ગયા હતા.


આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાં ડૂબી ગયેલા યુવાને બહાર કાઢ્યો હતો. જોકે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.


જે બાબતે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકનું નામ આમોસ એબનભાઈ  બારીયા (ઉમર વર્ષ 28) હોવાનું મંગલદાસ ડામોર દ્વારા પોલીસ સમક્ષ જાહેર કરાયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application