વેકેશનમાં વધુ એક સ્પે. ટ્રેન ઓખા દિલ્હી સરાય રોહિલા ૨૪થી શરૂ

  • April 18, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળુ વેકેશનના કારણે મોટાભાગની લાંબા અંતરની રેગ્યુલર ટ્રેનોમાં ખૂબ ગીર્દી જોવા મળે છે ત્યારે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ઓખા–દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન શ કરવામાં આવનાર છે.જે ટ્રેન નંબર ૦૯૫૨૩ ૦૯૫૨૪ ઓખા– દિલ્હી સરાઈ રોહિલા– ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ પૈકી ટ્રેન નંબર ૦૯૫૨૩ ઓખા – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ૨૩ એપ્રિલ ૨૦૨૪ થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી દર મંગળવારે સવારે ૧૦.૦૦ કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે ૧૪.૪૦ કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે ૧૦.૨૦ કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯૫૨૪ દિલ્હી સરાય રોહિલ્લા–ઓખા સ્પેશિયલ ૨૪ એપ્રિલ ૨૦૨૪ થી ૨૬ જૂન ૨૦૨૪ દરમિયાન દર બુધવારે બપોરે ૧૩.૨૦ કલાકે દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૦૦ કલાકે રાજકોટ અને બપોરે ૧૩.૫૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્રારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઐંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર. અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી ૨–ટાયર, એસી ૩–ટાયર (ઇકોનોમી), સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસના કોચ હશે. ટ્રેન નંબર ૦૯૫૨૩ નું બુકિંગ ૧૯ એપ્રિલ, ૨૦૨૪ થી તમામ રિઝર્વેશન કાઉન્ટર અને વેબસાઇટ પર ખુલશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application