ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક સેવા પ્રવૃતિ

  • June 29, 2021 10:11 AM 

જરૂરિયાતમંદ પરિવારોને કીટ અર્પણ કરાઈ

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે શહેરની વિશ્વ વિખ્યાત જી.વી.જે. હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષણવિદ  ડી.એમ. ભટ્ટના આર્થિક સહયોગથી શહેરના 50 જેટલા જરૂરીયાતમંદ પરીવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વાળા), સંસ્થાનાના સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણી, સેક્રેટરી મહેન્દ્રભાઈ જોષી, માઈક્રો કેબિનેટ સદસ્ય શૈલેષભાઈ કાનાણી, કવિન્દ્રભાઈ ગોકાણી,  નિમીશાબેન નકુમ તથા ઘનશ્યામસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી, નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. જેમાં દાતા પરિવારના સદસ્યોને અભિનંદન સાથે આભારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ પરિવારોએ આ જીવન જરૂરી ચીજવસ્તુઓની કિટ મેળવી, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સેવા બદલ ડી.એમ. ભટ્ટને લાયન્સ ક્લબના અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજાએ  મેટ્રો રેલવે પ્રોજેક્ટના ઈન્ચાર્જ ડેપ્યુટી કલેક્ટર સ્વર્ગસ્થ પંકજસિંહ જાડેજાના જીવન ચરિત્ર પર લખાયેલી પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS