જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના મૃત્યુના મામલે બે દિવસના વિરામ પછી આજે પરોઢીયે વધુ એક દર્દીનું મૃત્યુ

  • July 22, 2021 10:17 AM 

જામનગર શહેરનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી: જયારે ગ્રામ્યના બે પોઝિટિવ કેસ નોંધાયા: જી.જી. હોસ્પિટલમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની બીજી લહેર ધીમે ધીમે સમાપ્તિ તરફ જઈ રહી છે, ત્યારે બે દિવસના વિરામ પછી આજે પરોઢીયે વધુ એક મહિલા દર્દીનું કોરોના ની સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજયું છે. સતત બીજા દિવસે જામનગર શહેરનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ જી.જી.હોસ્પિટલમાં ૧૧ કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં દાખલ થયેલા જામનગરના ધરાનગર -૧ વિસ્તારમાં રહેતા અમીનાબેન મકરાણી નામના ૭૦ વર્ષના વયોવૃદ્ધ મહિલાનું આજે પરોઢીયે જી.જી.હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ.જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ ઉપરાંત સતત બીજા દિવસે પણ જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો જીરો નો રહ્યો છે, અને એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે કોઈ દર્દીઓને રજા આપવામાં આવી નથી. સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં ૧૧ દર્દીઓ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડમાં વધુ એક દર્દી દાખલ થયા છે. અને હાલ આ વોર્ડમાં કુલ ૨૧  દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જોકે તમામની હાલત સુધારા પર છે. છેલ્લા ૨૪ કલાકમાં એક પણ સર્જરી કરવામાં આવી નથી, અથવા કોઈ દર્દી ડિસચાર્જ થયા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS