જામનગરની કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડ માં દાખલ થયેલા વધુ એક દર્દીનું મૃત્યુ: જ્યારે નવા એક પણ દર્દી દાખલ નહીં

  • July 05, 2021 10:24 AM 

મ્યુકોર્માઈકોસિસ ની બીમારી ના કુલ ૫૮ દર્દીઓ સારવાર હેઠળ: કુલ ૨૫૨ કેસ સામે આવ્યા:જ્યારે ૧૨૧ ડિસ્ચાર્જ થયા

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસિસ ના વોર્ડ માં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હોવાથી બ્લેક ફંગસ ના દર્દીઓ માટે ના માંઠા સમાચાર મળ્યા છે. જોકે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર કરાયું છે. આ વોર્ડ માં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ નવા દર્દી દાખલ થયા નથી, જ્યારે એક પણ દર્દીને રજા અપાઈ નથી. ઉપરાંત કોઈ સર્જરી કરવામાં આવી નથી.

 જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા બે વોર્ડ કાર્યરત છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ નવા દર્દી દાખલ થયા નથી જેથી થોડી રાહત છે. અને હાલ ૫૮ દર્દીઓ બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે.એકપણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.તેમજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈ સર્જરી કરવામાં આવી નથી.

ઉપરોક્ત વોર્ડમાં દાખલ થયેલા વધુ એક દર્દી માટે ના માઠા સમાચાર આવ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામમાં રહેતા માલદેભાઇ કરંગીયા નામના ૪૫ વર્ષના યુવાનનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જેઓને કોરોના ની બીમારી લાગુ થઈ હોવાથી સૌ પ્રથમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી તેઓને બ્લેક ફંગસની બીમારીના કારણે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં ૨૨.૬.૨૦૨૧ ના દિવસે દાખલ કરવામાં આવ્યા હતા.

 જેઓ ની તબિયત સારી ન હોવાથી બાયપેપ પર રાખવામાં આવ્યા હતા, અને તેનો એમ.આર.આઈ રિપોર્ટ પણ કરવાનો બાકી હતો. જયારે સર્જરી પણ કરાઈ ન હતી. તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું છે. જોકે તેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર થયું છે.

  મ્યુકોર્માઇકોસિસ ના વોર્ડ માં અત્યાર સુધીમાં ૨૫૨ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં ૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૬ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જામનગરની જી.જી.હોસ્પિટલ માં બ્લેક ફંગસ ના સાજા થયેલા દર્દીઓની સદી થઇ છે અત્યાર સુધીમાં ૧૨૧ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

 જી.જી.હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૯૩ મેજર સર્જરી કરવામાં આવી છે જ્યારે ૧૨૪ માઇનોર સર્જરી કરાઇ છે. જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા ૫૮ દર્દીઓ પૈકી એક દર્દી ઓક્સિજનની સુવિધા પર છે. જ્યારે બાકીના ૫૬ દર્દીઓ રૂમ એર પર સારવાર લઇ રહ્યા છે. જે તમામને સધન સારવાર અપાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS