ઓનલાઈન શિક્ષણે વધુ એકનો ભોગ લીધો : જવાબદાર કોણ? “સમાજ કે સરકાર”

  • November 10, 2020 01:59 PM 1486 views

“મારા મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારા ઘરમાં અનેક ખર્ચનું કારણ છું. હું મારા પરિવાર પર બોજ છું. મારું શિક્ષણ ભારરુપ બની ગયું છે અને હું અભ્યાસ વગર જીવિત રહી શકીશ નહી.” કાઈ હદ થઈએ હશે ત્યારે લખાયા હશે આ શબ્દો એ કલ્પના કોઈને પણ હચમચાવી મુકે છે. આ શબ્દો વાંચતા કે સાંભળતા જ કોઈના પણ રુવાંટા ઉભા થઈ જાય અને મનમાંથી નીશાશો નીકળી જાય. જોકે સાથે સાથે સવાલ પણ થાય કે આવા બનાવ માટે સમાજ જવાબદાર છે કે સરકાર. શું સમાજ પોતાના ઘરે આવી ઘટના બને તેની રાહ જોવે છે અને સરકારે શું માનવતા નેવે મૂકી દીધી છે કે એક અભ્યાસ કરવા ઈચ્છતી વિદ્યાર્થીને મદદ ન કરી શકે.  

 

હૈદરાબાદ પાસે શાદનગરમાં રહેતી ઐશ્વર્યાએ ૧૨ ધોરણની બોર્ડની પરિક્ષામાં ૯૮ ટકા મેળવ્યા હતાં અને તેના ઇનામ તરીકે તેને મોત મળ્યું. આ સમાજ અને સરકારની લાપરવાહીથી વિશેષ શું છે? ઐશ્વર્યાએ શહેરમાં ટોપ કર્યું હતું અને તે દિલ્હીની પ્રતિષ્ઠિત લેડી શ્રીરામ કોલેજમાં ગણિતમાં વધુ અભ્યાસ કરી રહી  હતી. લોકડાઉન દરમિયાન એશ્વર્યાને તેના ઘરે જવું પડ્યું અને ત્યાં તેનું ભણવાનું મુશ્કેલ બની ગયું. એશ્વર્યા ઓનલાઈન અભ્યાસ માટે લેપટોપ ખરીદવા ઈચ્છતી હતી પરંતુ પરિવારની અનેક કોશિશ છતાં તે લેપટોપ ખરીદી શકે એવી સ્થિતિ નહોતી. અને અંતે એશ્વર્યાએ જીવન ટૂંકાવા જેવો નિર્ણય કર્યો.

 

એશ્વર્યાના પપ્પા મેકેનિક છે અને તેની માં સિલાઈ કામ કરે છે. તેનો પરિવાર દેવામાં ડૂબેલો હોવાનું જાણવા મળ્યું છે. એશ્વર્યાનાં લેપટોપ માટે મકાન સુધ્ધા ગીરવે મુકવાની કોશિશ કરી હતી પરંતુ સફળતા મળી નહી. એશ્વર્યાએ મરતા પહેલા મુખ્યમંત્રી કેસી રામારાવનાં દીકરા, આઈટી મંત્રી કેટી રામારાવ અને સોનુસુદને મદદ માટે ટ્વિટ કરી હતી. ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાંથી આપવામાં આવતી સ્કોલરશીપ માટે રજૂઆત કરી હતી. પરંતુ ત્યારે કોઈએ જવાબ આપવાની તસ્દી લીધી નથી અને હવે ઐશ્વર્યાના પરિવારને આર્થિક સહાય કરવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. અનેક નેતાઓ બેનર લીને જીવ ગુમાવી ચુકેલ વિદ્યાર્થીનીનાં ઘરે પોતાની ગંદી રાજનીતિ રમી રહ્યાં હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.  

 

એશ્વર્યાના પરિવાનું કહેવું હતું કે એશ્વર્યા તેના બે વર્ષના અભ્યાસના ખર્ચને લઈને ખૂબ પરેશાન હતી. પહેલા વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેને હોસ્ટેલ પણ ખાલી કરવી પડી હતી. આ બનાવમાંથી શીખ મેળવીને નો સમાજ અને સરકાર સમયસર પોતાની જવાબાદારી નિભાવશે તો કદાચ કોઈ એશ્વર્યાને અભ્યાસ માટે તેનો  જીવ નહી ગુમાવવો પડે.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application