ખંભાળિયાના એકતા યુવક મંડળ દ્વારા વધુ એક પ્રશંસનીય સેવા પ્રવૃતિ

  • May 10, 2021 10:30 AM 

તમામ કોવિડ દર્દીઓને ફળ તથા "પોટલી"નું વિતરણ કરાયું

ખંભાળિયામાં સમયાંતરે વિવિધ પ્રકારની સેવાકીય તથા ધાર્મિક પ્રવૃત્તિ કરતા યુવકોની સંસ્થા એકતા યુવક મંડળ દ્વારા તેમજ શહેરનાના વેપારીઓના આર્થિક સહયોગથી આ ગૃપના સૌજન્યથી કોરોનાની મહામારી સામે લડત આપવા આ ગ્રુપના કાર્યકરો દ્વારા ફ્રૂટ વિતરણ, પાણીની બોટલ તેમજ સુંઘવા માટે કપૂર, લવિંગ અને અજમો નાખી આયુર્વેદિક અમૃત સમાન "પોટલી" શહેરની સહકારી કોવિડ હોસ્પિટલ, અત્રે ટાઉન હોલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટર, દેવભૂમિ  હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, સાકેત હોસ્પિટલ, તેમજ અન્ય વિસ્તારોમાં આવેલી તમામ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત દર્દીઓના સગા સંબંધીઓને પણ લીંબુ શરબત, પાણીની બોટલ, તેમજ સંતરા, મોસંબી અને આયુર્વેદિક પોટલી આપવાનું આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ સેવાકાર્ય માટે અનુદાન તથા સહયોગ આપનાર સેવાભાવીઓનો એકતા યુવક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ યુવાનો દ્વારા ચાલુ રાખવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS