હાલારના ભામાશા વસ્તાભાઇનો સેવાનો વધુ એક સરાહનીય સંકલ્પ

  • July 06, 2021 10:51 AM 

વિધવા બહેનોને આજીવન દર મહીને રાશન: બાળકોને સ્કુલ ફી: કીટમાં જીવન જરિયાતની 15થી વધુ ચીજોનો સમાવેશ

હાલારના ભામાશા વસ્તાભાઇ દ્વારા તાજેતરમાં એક સરાહનીય સેવાકીય સંકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં આજીવન દર મહિને 12 વિધવા બહેનોને તેમના પરીવાર પુરતું રાશન તેમજ તેમના બાળકોને અભ્યાસ માટેની ફી આપવામાં આવશે, એકા’દ વખત કોઈને મદદ કરી દેવી, દુ:ખમાં ભાગીદાર થવું એવું તો સેંકડો લોકો કરતાં હોય છે... પરંતુ આજીવન કોઈ ગરીબ, દરીદ્રની જવાબદારી લેવી એ બહુ મોટું કાર્ય છે, ઘણો મોટો સંકલ્પ કહેવાય અને આવો જ એક સેવાનો મહાયજ્ઞ દાનવીર વસ્તા બાપા દ્વારા કરવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે.

કોરોના કપરા કાળમાં લોકડાઉનના લીધે સેંકડો લોકોના ધંધા-રોજગાર બંધ થઇ  જવા પામ્યા હતાં, એ કપરી ઘડીમાં સમગ્ર હાલાર માટે સેવાના પયર્યિ બનેલા વસ્તાભાઇ જેઠાભાઇ કેશવાલા દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા જુનાગઢ, પોરબંદર આ ચારે’ય જીલ્લાના જરીયાતમંદોને વિનામૂલ્યે ઘઉં પુરા પાડેલ હતાં.

કળીયુગ અને સ્વાર્થથી ખદબદતી દુનિયામાં સ્વાર્થ હોય ત્યારે લોકો બીજાને મદદપ બનતા હોય છે, પરંતુ સમગ્ર હાલારના ગૌરવ સમાન વ્યકિતત્વના ધણી કે જેમના વ્યકિતત્વમાં કયારેય હું પણુ જોવા ન મળે તેવા વસ્તાભાઇ જેઠાભાઇ કેશવાલા કોઇપણ જાતના સ્વાર્થ વિના નિ:સ્વાર્થ ભાવે સદ્દગુ મહંત રામસ્વપદાસજી મહારાજ સાહેબના સાક્ષી ભાવે લોકડાઉનના કપરા સમયમાં સૌરાષ્ટ્રના ચાર જીલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા જુનાગઢ અને પોરબંદર સેંકડો ઘરોમાં ઘઉં પહોંચાડ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે વસ્તાભાઇના પરમપૂજય પિતાજી સ્વ. જેઠાભાઇ વિરમભાઇ કેશવાલા કે જેઓ જેઠાબાપાના હુલામણા નામથી જાણીતા હતાં, તેમના દ્વારા 1990માં સમર્પણ જનરલ હોસ્પીટલની ભેટ સમગ્ર હાલારના લોકોને આપી સમર્પણ જનરલ હોસ્પીટલમાં સારવાર કાજે આવતા તમામ દર્દીઓની ખબર અંતર પુછવા સ્વયં તેઓ બિછાને જઇને દરેક દર્દીઓના ખબરઅંતર પૂછીને પોતાના હાથે ફ્રુટ આપતા અને દરેક દર્દીને ઘરના સ્વજનની માફક સારવાર થાય તેની ચીવટભરી કાળજી રાખતા, તેમના ગુણોનું સ્વપ એટલે વસ્તાભાઇ જેઠાભાઇ કેશવાલા.

વસ્તાભાઇ દ્વારા ચાલુ વર્ષમાં કોરોનાને કારણે મોતની મહામારીમાં સ્મશાનગૃહમાં કતારો જોવા મળી રહી હતી, તેવા સમયે નાઘેડી ખાતે આવેલ સ્મશાનગૃહમાં જરી વ્યવસ્થાનો તાકીદે પ્રબંધ કર્યો હતો.તેમના દ્વારા આજીવન દર મહિને 12 વિધવા બહેનોને તેમના પરીવાર પુરતું રાશન તેમજ તેમના બાળકોને અભ્યાસ માટેની ફી આપવાનો સરાહનીય સંકલ્પ તાજેતરમાં કરવામાં આવ્યો છે. આ વિધવા પરિવારના સભ્યોની આંસુ લુછતા સેવાકીય કાર્યનો પ્રારંભ પણ વસ્તાભાઇ દ્વારા કરી દેવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)