હૈદરાબાદ HUT આતંકી મોડ્યુલ કેસમાં વધુ એકની ધરપકડ, તલાશીમાં ઘણા દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ મળી આવી

  • August 01, 2023 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સલમાનની ધરપકડ માટે બે સ્થળોએ કરાયેલી સર્ચમાં હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, એસડી કાર્ડ્સ અને ગુનાહિત ડિજિટલ ઉપકરણો સહિત અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. સલમાન હૈદરાબાદ સ્થિત HUTના મોડ્યુલનો સક્રિય સભ્ય હતો અને તેના નેતા આરોપી સલીમની ધરપકડ થઈ ચૂકી છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે આંતરરાષ્ટ્રીય કટ્ટરપંથી સંગઠન હિઝબ-ઉત-તાહિર (HUT) ને વફાદાર હોવાના કારણે આતંકવાદી મોડ્યુલની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના સંબંધમાં અન્ય આરોપી સલમાનની ધરપકડ કરી હતી. એજન્સીના અધિકારીએ જણાવ્યું કે HUTના ફરાર સભ્ય સલમાનની હૈદરાબાદના રાજેન્દ્ર નગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 17 આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ

આ કેસમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સલમાનની ધરપકડ માટે બે સ્થળોએ કરાયેલી સર્ચમાં હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, એસડી કાર્ડ્સ અને ગુનાહિત ડિજિટલ ઉપકરણો સહિત અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. સલમાન હૈદરાબાદ સ્થિત HUTના મોડ્યુલનો સક્રિય સભ્ય હતો અને તેના નેતા આરોપી સલીમની ધરપકડ થઈ ચૂકી છે.

તપાસમાં આ આવ્યું સામે

સલીમ, સલમાન સાથે ધરપકડ કરાયેલા હૈદરાબાદ મોડ્યુલના અન્ય ચાર આરોપીઓ સાથે શરિયતના આધારે ખિલાફતની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે સંગઠનનો વિસ્તાર કરી રહ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે HUT પ્રભાવશાળી મુસ્લિમ યુવાનોને સંગઠનમાં ગુપ્ત રીતે ભરતી કરીને સંગઠન અને કેડર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. સંસ્થાનો હેતુ શરિયા કાયદો સ્થાપિત કરવા માટે ભારતની બંધારણીય સરકારને ઉથલાવી પાડવાનો હતો. NIAએ આ મામલે ગત 24 મેના રોજ કેસ નોંધ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application