યુરોપના રસ્તાઓ પર ફરી રહ્યા છે ૧૦ લાખ બેઘર લોકો

  • September 12, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધે યુરોપમાં રહેઠાણની સમસ્યામાં વધારો કર્યેા છે. સંઘર્ષથી ભાગી રહેલા શરણાર્થીઓને આવકારવામાં યુરોપિયન દેશો દ્રારા દર્શાવવામાં આવેલી એકતાએ એક નવું સંકટ ઊભું કયુ છે. યુરોપમાં લગભગ ૧ મિલિયન લોકો બેઘર છે. યુરોપિયન ફેડરેશન ઓફ નેશનલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, આ આંકડો યુરોપિયન દેશોની હાઉસિંગને મૂળભૂત અધિકાર બનાવવામાં નિષ્ફળતા દર્શાવે છે. યુરોપમાં બેઘર લોકોની સંખ્યામાં વર્ષ ૨૦૧૮ થી ૩૦ ટકાનો વધારોથયો છે.

યુરોપમાં સૌથી વધુ બેઘર લોકોની સંખ્યા જર્મનીમાં છે. અહીં બે લાખથી વધુ લોકો બેઘર છે, આ આંકડો હજુ વધવાની શકયતા છે. આ ક્રમમાં ફ્રાન્સ બીજા ક્રમે છે. બેઘર લોકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ રિપોર્ટ અનુસાર, અહીં ૨૦૨૨માં પણ બે લાખથી વધુ લોકોને ઈમરજન્સી શેલ્ટર, આશ્રયસ્થાનો અથવા રસ્તાઓ પર રહેવાની ફરજ પડી હતી. તે જ સમયે, વિશ્વના સૌથી સુખી દેશ ગણાતા ફિનલેન્ડમાં હજારો લોકોના માથા પર છત નથી.
યુક્રેન પર રશિયાના હત્પમલાને કારણે વિક્રમજનક ઉર્જાની કિંમતો અને સતત વધી રહેલી મોંઘવારી પણ મહાદ્રીપમાં બગડતી પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ સિવાય બેઘર લોકો માટે કામ કરતી સેવાઓને પણ ખરાબ અસર થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application