જામનગરના મહિલા તબીબ સાથે ઓનલાઇન એક લાખની છેતરપિંડી

  • April 05, 2021 08:07 PM 

કાર બુક કરાવવા બાબતે વિશ્વાસમાં લઈને ખાતામાંથી રકમ ઉપાડી લીધી, મોબાઇલધારક વિરુદ્ધ ફરિયાદ

ઓનલાઈન ચિટિંગના ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે, એનકેન પ્રકારે વાતોમાં ભોળવી તથા નવી સ્કીમો ની લાલચ આપીને ખાતામાંથી રકમ ચાઉં થઈ જતી હોવાના અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે દરમિયાનમાં જામનગરના એક મહિલા તબીબને કાર બુક કરાવવા બાબતે વિશ્વાસમાં લઈને ખાતામાંથી એક લાખ જેવી રકમ ઉપાડી લઇ છેતરપીંડી કર્યાનો કિસ્સો સામે આવતાં આ અંગે અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોબાઇલ નંબરના આધારે ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરના સુમેર કલબ રોડ પર વિકલ્પ નર્સિંગ હોમ ખાતે તબીબ કલ્પનાબેન વીપિનભાઈ શાહ ઉમર વર્ષ 71 ને ગત તારીખ 31, 3, 21 ના સમય દરમિયાન ઈનોવા કાર ઓનલાઇન બુક કરાવવા બાબતે આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા અને ફરિયાદીના ફોનમાં ટીમ વ્યૂવર કવિક સર્વિસ તથા એની ડેસ્ક રિમોટ કંટ્રોલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.

દરમિયાનમાં અજાણ્યા શખ્સોએ ફોન પર વાત કર્યા બાદ ફરિયાદી મહિલા તબીબના ફોનનું કંટ્રોલ મેળવી તથા બેંક ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂપિયા 103177 ની રકમ ઉપાડી લઇને છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો.

એ પછી મહિલા તબીબને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું બહાર આવતા કલ્પનાબેન શાહ દ્વારા આ અંગે સીટી એ ડીવીઝનમાં મોબાઇલ નંબર, 0796601400 તથા 0796140500 પરથી વાત કરનાર શખ્સની સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ તથા આઈ ટી એક્ટ 66(સી )66(ડી )મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS