લાલપુરમાં મકાનમાંથી એક લાખ રોકડની ચોરી

  • June 28, 2021 10:12 AM 

ધ્રોલમાં લગ્નમાં ગયાને પાછળથી તસ્કરો ત્રાટક્યા

લાલપુરના ચાર થાંભલા પાસે રહેતો મેમણ યુવાન ધ્રોલમાં લગ્નમાં ગયો હતો અને પાછળથી કોઈ શખશો ઘરમાંથી એક લાખની માલમતાની ચોરી કરી ગયાનો બનાવ સામે આવતા અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે.

લાલપુરના ચાર થાંભલા પાસે રહેતા અને મજૂરી કામ કરતાં સિકંદર મહેબુબભાઇ હડફા ઉંમર વર્ષ 30 નામનો મેમણ યુવાન તારીખ 27 ના રોજ સવારના સુમારે પોતાના ફઈના દીકરાના લગ્નમાં ધ્રોલ ગામે ગયા હતા. અને સાંજના સુમારે તેના ઘરે પરત આવ્યા હતા.

એ વેળાએ તેમના રહેણાંક મકાનના ઉપરના માળના રૂમનો દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. કોઈ અજાણ્યા શખ્સોએ તાળું તોડીને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને લાકડાના કબાટ માંથી એક ક્રીમ તથા પીળા કલર જેવા થેલામાં રહેલા ટ્રાન્સપોર્ટની પહોંચો થતા ટ્રાન્સપોર્ટનો હિસાબ કુલ રૂપિયા 40700 તથા કબૂતરી કલર પર્સમાં રહેલા બચતના રોકડા રૂપિયા 60,000 મળીને 100700 ની માલમત્તા ચોરી કરીને નાસી છૂટયા હતા.

દરમિયાનમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને ટુકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે બીજી બાજુ સિકંદર ભાઈ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS