મેઘપર પડાણા પાસે ટ્રકની ટક્કરમાં એકનું મૃત્યુ

  • June 15, 2021 11:09 AM 

થોડા દિવસો પૂર્વે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક સામે ફરિયાદ

જામનગર-ખંભાળીયા હાઇ-વે પર આશાપુરા હોટલ સામેના રોડ પર થોડા દિવસ પહેલા બે ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. ફરિયાદના આધારે આરોપી ટ્રક ચાલકની શોધખોળ આદરવામાં આવી છે .

સિક્કાની ભગવતી સોસાયટીની બાજુમાં ગોકુલપુરી ખાતે રહેતા ક્લીનર તરીકે કામ કરતા કરણ ઉર્ફે કિરીટ મોહબ્બતસિંહ કંચવા ઉંમર વર્ષ 22 દ્વારા ગઈકાલે મેધપર પોલીસ સ્ટેશનમાં ટ્રક નંબર આર જે 19 જી જી 5411ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની વિગત મુજબ ગત તારીખ 14, 5, 21 ના સમય દરમિયાન ખંભાળીયા- જામનગર હાઈવે આશાપુરા હોટલ સામેના રોડ પર આરોપી એ પોતાનો ટ્રક નંબર આરજે 19જીજી 5411 ને પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવીને ઇન્ડિકેટર આપ્યા વગર રોડની ડાબી સાઈડ વાળી લઈ ફરિયાદીની ટ્રક નંબર જી જે 10એક્સ9864 ની આગળ એકદમ આવીને ઓચિંતાની બ્રેક મારી હતી.

અચાનક બ્રેક મારતા ફરિયાદીના ટ્રકના ડ્રાઇવર કરમણભાઈએ બ્રેક મારતા ઢસડાઈને આરોપીની ટ્રક પાછળ ઘુસી જતા ફરિયાદીનો ટ્રકનો ડ્રાઈવર સાઈડનો ભાગ દબાઈ ગયો હતો જેના કારણે ડ્રાઇવર કરમણભાઈ ને પગની ઘૂંટીના ઉપરના ભાગેથી કપાઈ જતા અને સાથળના ભાગે ઇજા થતાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

કરણભાઈની ફરિયાદના આધારે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સિસોદિયા તેમજ સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવા તપાસ લંબાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)