વાંકાનેર બાઉન્ડરી નજીક ત્રિપલ સવારી બાઈક ડમ્પરની ઠોકરે ચડી જતાં એકનું મોત

  • August 20, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વાંકાનેર બાઉન્ડરી નજીક ટિ્રપલ સવારી બાઇકને ડમ્પરે ઠોકરે લેતા ત્રણેય યુવક ફંગોળાયા હતા જેમાં એકનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું અને જયારે અન્ય બે ને સામાન્ય ઇજા થઇ હતી. મોરબીના પાંચવડા સીરામીક કંપનીમાં કામ કરતા ત્રણેય યુવક ચોટીલા દર્શને જતા હતા ત્યારે અકસ્માત નડો હતો.
બનાવની પ્રા વિગત મુજબ મોરબીના પાંચવડામાં આવેલઈ સીરામીક કંપનીમાં મજૂરી કામ કરતો અને મૂળ દાહોદનો શૈલેષ રમેશભાઈ બામણનીયા ગઈકાલે મોટરસાઇકલમાં બે મિત્રોને બેસાડી ચોટીલા જતો હતો ત્યારે રાત્રીના એક વાગ્યે વાંકાનેર બાઉન્ડરી પાસે પહોંચતા સામેથી આવતા ડમ્પરે બાઇકને ઠોકર મારતા ત્રણેય યુવક રોડ પર પટકાતા ઈજાઓ થઇ હતી. જેમાં શૈલેષને માથાના ભાગે વધુ ઇજા થતા પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવકે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં વચેટ અને અપરણિત હતો અને પાંચવડામાં આવેલી સીરામીક કંપનીમાં પાંચેક વર્ષથી મજૂરી કામ કરી ત્યાં જ રહેતો હતો. ગઈકાલે મિત્રો સાથે ચોટીલા દર્શને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી નાશી જનાર ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application