જામનગર નજીક આયશર ટ્રકે છકડાને ઠોકર મારતા એકનું મૃત્યુ 

  • April 22, 2025 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકને ઈજા થતાં સારવારમાં ખસેડાયો: આઇસર ચાલકની તલાશ


જામનગર - ખંભાળિયા માર્ગે એરપોર્ટ નજીક આજે વહેલી સવારે પસાર થતી એક રિક્ષાને આઇશર ટ્રકચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું અને તેમની સાથેના આધેડને ઈજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલમા લઈ જવાયા છે.


જામનગરના નીલકમલ સોસાયટીમાં રહેતા હૈદરભાઈ મીનસરીયા અને પ્રવીણભાઈ ભવાનભાઈ રાઠોડ બન્ને રીક્ષા લઇને જામનગર બાયપાસ નજીક એરપોર્ટ માર્ગેથી પસાર થતા હતા ત્યારે એક આઈસર ટ્રકચાલકે ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં પ્રવીણભાઈ રાઠોડને માથામાં  ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જયારે તેમની સાથેના હૈદરભાઈને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.


આ બનાવ અંગે હૈદરભાઈ પંજુભાઈ મિનસારિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આઇશર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News