બાલંભડી રોડ પર એકટીવાની ઠોકરે મહિલાને ફ્રેકચર : રીનારી પાટીયા પાસે નમકીનનો ટ્રક અને બસ વચ્ચે અકસ્માત
ધ્રોલમાં કારે એસટી બસને પાછળથી ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યકિતનું મોત થયુ હતું અને બે ને ઇજા થઇ હતી, બાલંભડી રોડ પર એકટીવા ચાલકે એક વૃઘ્ધાને હડફેટે લઇ ફ્રેકચર કર્યુ હતું, જયારે રીનારી પાટીયા પાસે એસટી બસ અને નમકીન કંપનીના ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાઓ પહોચી હતી આ બનાવમાં બસચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
ધ્રોલ વિસ્તારમાં તા. 25ના સાંજે ફોરવ્હીલ કાર નં. જીજે3ઇએલ-3738ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આગળ જતી એસટી બસ નં. જીજે18ઝેડ-9274ને પાછળથી ઠોકર મારી હતી આ અકસ્માતમાં ફોરવ્હીલમાં બેઠેલા સોડાભાઇ બિજલભાઇ લાંબરીયાને માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું તથા જગદીશભાઇ અને ગોવિંદભાઇને ગંભીર ઇજા પહોચાડી હતી.
આ બનાવ અંગે પડધરી તાલુકાના અડબાલકા ગામમાં રહેતા અને ઢોર ચરાવવાનું કામ કરતા નાગજી બિજલભાઇ લાંબરીયાએ ધ્રોલ પોલીસમાં કારના ચાલક સામે ફરીયાદ કરતા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજા બનાવમાં કાલાવડના બાલંભડી રોડ પર રહેતા હનીફશા વલીશા શેખ (ઉ.વ.48) ટાઉનપોલીસમાં એકટીવા નં. જીજે10સીપી-0928ના ચાલક કાલાવડના યુવરાજસિંહ જેઠવા સામે ફરીયાદ કરી હતી કે ફરીયાદીના બહેન શેરબાનુબેન અમીરશા શેખ (ઉ.વ.60) ઘરની બાજુમા આવેલ દુકાને દુધ લેવા ગયા હતા ત્યારે એકટીવા ચાલકે બેદરકારીથી ચલાવી તેણીને ઠોકર મારી પગમાં ફ્રેકચર અને શરીરના ભાગે છોલછાલ જેવી ઇજા કરી હતી.
ત્રીજા બનાવમાં કાલાવડના શિતલા કોલોનીમાં રહેતા અલાઉદીન ઇશાકભાઇ મલેક (ઉ.વ.55)એ એસટી બસ નં. જીજે18ઝેડ-8138ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી, ગત તા. 24ના રોજ ફરીયાદીના પુત્ર ઇમ્તીયાઝભાઇ ગોકુલ નમકીન કંપનીનો ટ્રક નં. જીજે3બીડબલ્યુ-8854 લઇને વેરાવળથી મેટોડા જતા હતા.
ત્યારે રીનારી પાટીયા પાસે પહોચતા કાલાવડ તરફથી આવતી એસટી બસના ચાલકે બેદરકારીથી ચલાવી રોન્ગ સાઇડમાં આવી મીની ટ્રક સાથે સામેથી ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીને બંને પગના ભાગે ફ્રેકચર અને શરીરે ઇજાઓ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સમગ્ર અધિવેશન વિશે
April 05, 2025 02:18 PMજામનગરની બજારમાં માટીના ફિલ્ટર માટલા આકર્ષણનું કેન્દ્ર
April 05, 2025 02:06 PMજામનગરના સુવરડા ગામે પ્લેન ક્રેશમાં શહીદ પાઇલોટને અપાઈ શ્રધાંજલિ
April 05, 2025 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech