ભાવનગર શહેરમાં નાતાલ પર્વ પર પ્યાસીઓની માંગ પુરી કરવા દારૂના ધંધાર્થીઓ હાલ સક્રિય થયા છે અને એનકેન પ્રકારે દારૂ-બિયરનો જથ્થો ઉપલબ્ધ કરી રહ્યા છે. તો પોલીસે પણ નાતાલ પર્વ પર દારૂનું વેચાણ કરતા અને હેરફેર કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પેટ્રોલિંગ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઇ કુલ રૂ. ૧, ૧૩, ૪૮૧ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે વિક્ટોરિયા પાર્ક રોડ પર આવેલ પ્લોટ નં.૭૭૪,૭૭૫, ક્લબ હાઉસની પાછળની શેરી, ઈસ્કોન ઈલેવનમાં બાતમીના આધારે વિદેશી દારૂની ૨૫૭બોટલ અને બિયરના ૨૪ ટીન કિ.રૂ.૧,૦૩,૪૮૧ તેમજ મોબાઈલ ફોન કિ.રુ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૧૩,૪૮૧નો મુદ્દામાલ કબ્જે લઇ વાસુદેવસિંહ ભુપતસિંહ ચુડાસમા (ઉ.વ.૪૦ ધંધો.વેપાર રહે. પ્લોટ નં.૭૭૪,૭૭૫-૫, ક્લબ હાઉસની પાછળની શેરી, ઈસ્કોન ઈલેવન, સીદસર રોડ, ભાવનગર)ની ધરપકડ કરી પ્રદિપસિંહ દિલીપસિંહ જાડેજા (રહે.વિજયનગર,મહુવા)ને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech