ભાટીયા ગામે વિદેશી દારૂ સાથે એક ઝડપાયો: અન્ય બે ની શોધખોળ

  • July 05, 2021 11:01 AM 

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા જીગર ઉર્ફે જીગો દિલીપભાઈ સચદેવ નામના 25 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે રૂપિયા 28,800 ની કિંમતની 72 બોટલ વિદેશી દારૂ તથા ઉપરાંત રૂપિયા 10 હજારની કિંમતના એક મોબાઇલ ફોન તેમજ રૂપિયા દોઢ લાખની કિંમતની એક મોટરકાર નંબર જી.જે. 03 બી.એ. 5307માં લઈ જવાતા ઝડપી લીધો હતો. એટલું જ નહીં, તેણે ભાટીયા ગામના વિજય કરમૂરના મકાનમાં પણ છુપાવીને રાખેલો રૂપિયા 16,800 ની કિંમતનો 42 બોટલ વિદેશી દારૂનો જથ્થો પણ કાઢી આપ્યો હતો. આમ, પોલીસે કુલ રૂપિયા 2,05,600 ના મુદ્દામાલ સાથે જીગર જીગો સચદેવની અટકાયત કરી હતી.

ઝડપાયેલો ઉપરોક્ત શખ્સ જામ દેવળીયા ગામના કિશન કરમુરની મોટરકારમાં દારૂની હેરાફેરી કરતો હોવાનું પણ કબૂલ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS